________________
૩૩૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
વધારો કરી તે પણ સાધારણમાં ન જાય, તે મુજબનો સ્પષ્ટ તેમજ મક્કમ રૂપે આવેલ. ત્યારબાદ ફરીથી વિ.સં. ૨૦૧૦માં આજ એક મહત્ત્વના પ્રશ્નને અંગે તે હાલમાં સમસ્ત તપાગચ્છના શ્વે.મૂ.સંઘના વિદ્યમાન પૂ. સુવિહિત શાસનમાન્ય આચાર્ય ભગવંતોની સાથે પત્ર વ્યવહાર કરીને તેઓશ્રીનો સ્પષ્ટ અને સચોટ નિર્ણય તથા શાસ્ત્રીય માર્ગદર્શન પ્રાપ્ત કરવા વેરાવલ નિવાસી સુશ્રાવક અમીલાલ રતિલાલે જે પત્ર વ્યવહાર કરેલ તે સંબંધી પૂ. પાદ આચાર્ય ભગવંતોના જે જે જવાબો પ્રાપ્ત થયેલ તે શ્રી મહાવીરશાસન'માં પ્રસિદ્ધ થયેલ. તે ફરી ગ્રંથસ્થ થાય તો તે સાહિત્ય હંમેશને માટે પરમતારક શ્રી જૈનશાસનની પ્રત્યે આરાધકભાવે રૂચિ ધરાવનાર કલ્યાણકામી આત્માઓને ઉપયોગી તથા ઉપકારક બને, તે જ એક શુભ ઉદ્દેશથી અત્રે પ્રસિદ્ધ થઈ રહેલ છે.
- સંપાદક)
(૧)
અમદાવાદ શ્રાવણ સુદી ૧૨ પરમ પૂજય સંઘસ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ તરફથી –
વેરાવલ મધ્યે શ્રાવક અમીલાલ રતિલાલ જૈન. ધર્મલાભ. તમારો પત્ર મળ્યો વાંચી તમામ બીના જાણી, તમારા પત્રનો ઉત્તર નીચે મુજબ.
ચૌદ સુપન, પારણું, ઘોડિયાં તથા ઉપધાનની માળાની બોલીનું ઘી, તે બધી ઉપજ શાસ્ત્ર આધા૨ે દેવદ્રવ્યમાં જ જાય છે અને તે જ વ્યાજબી છે, તેનાં શાસ્ત્રના પાઠ શ્રાદ્ધવિધિ તથા દ્રવ્યસપ્તતિકા તથા બીજા સિદ્ધાંતના પાઠોમાં છે, માટે દેવદ્રવ્યમાં જ જાય. સાધારણમાં જે લોકો લઈ જાય તે તદ્દન ખોટું છે. ધર્મ સાધનમાં ઉદ્યમ રાખશો.
લી. આચાર્યદેવની આજ્ઞાથી,
દઃ મુનિ કુમુદવિજય તરફથી ધર્મલાભ.
(૨)
અહમદનગર ખ્રિસ્તીગલી જૈન ધર્મશાળા સુદી ૧૪
પૂ.પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તરફથી સુશ્રાવક અમીલાલ રતીલાલ યોગ ધર્મલાભ વાંચવા.