________________
પ્રકરણ - ૧: શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૭ મુનિ અવસ્થામાં દેવદ્રવ્યથી પણ જિનપૂજાની સામગ્રી લાવી શકાય અને તે માટે દેવદ્રવ્યની વૃદ્વિ-રક્ષા કરવાની માન્યતા ધરાવતા હતા.” આવો એક ચોક્કસ વર્ગ (કે જે નિષ્ફળ અને અમાન્ય સં. ૨૦૪૪'ના સંમેલનના સૂત્રધારો પૈકીનો એક વર્ગ છે, તે વર્ગ) દ્વારા ભરપૂર અપપ્રચાર થાય છે. તેમના અપપ્રચારનો જવાબ અનેકવાર આપી દેવામાં આવ્યો છે. છતાં પણ તેઓ અપપ્રચાર કરવાનું બંધ કરતા નથી, તે તેમના કૂટપ્રયત્નને આગળ ઉપર ખુલ્લો કરવામાં આવશે.
–અહીં ઉલ્લેખનીય છે કે, બીજા ઠરાવમાં કયાંયે શ્રાવકોની સ્વકર્તવ્યરૂપે કરવાની જિનપૂજાની સામગ્રી માટે દેવદ્રવ્યની વૃદ્ધિ-રક્ષા કરવાની વાત કરવામાં આવી નથી. વળી, એ આઠ ઠરાવો જે શ્રમણ સંમેલને ચર્ચાવિચારણાના અંતે પ્રસિદ્ધ કર્યા હતા, તેના સૂત્રધાર માત્ર પૂ.આ.ભ.શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા નહોતા. પરંતુ પૂ.આ.ભ.શ્રી વિ. કમલસૂરીશ્વરજી મહારાજા આદિ આચાર્ય ભગવંતો હતા. તે વખતે તો પૂ.મુ.રામવિજયજીનો પર્યાય માત્ર સાત વર્ષનો હતો. તેઓ એ સંમેલનમાં હાજર હતા અને મુખ્ય કમિટીમાં પણ હતા અને એ આઠે ઠરાવો એમને જીવનભર માન્યજ રહ્યા હતા તથા એને મક્કમપણે વળગી રહીને જ પ્રરૂપણા કરતા હતા. એ ઠરાવમાં અધ્યાહાર રાખેલી વાતોનો અને વિચાર સમીક્ષા નામના પોતાના પુસ્તકમાં એની નોંધ કરનારા મહાપુરુષના સમગ્ર વ્યક્તિત્વ તથા એમને જીવનભર પ્રરૂપેલી શાસ્ત્ર સાપેક્ષ માન્યતાઓને નજર અંદાજ કરીને મનફાવતો પ્રચાર કરવો એ કૂટપ્રયાસ છે અને આત્માર્થી જીવો માટે એ તદ્દન અનુચિત છે. આ અંગે વિશેષ વિચારણા આગળ કરીશું. વીતરાગ દેવના નિમિત્તે પ્રાપ્ત થતું દ્રવ્ય બે પ્રકારનું હોય છે.
(૧) દેવની પૂજા-ભક્તિ સ્વરૂપે આવેલું દ્રવ્ય, કે જેમાં વીતરાગ દેવ સમક્ષ મૂકેલા ભંડારની આવક અને પ્રભુભક્તિ નિમિતે બોલાતી, અંજનશલાકા, સ્વપ્ન-પારણા, આરતી-મંગલદીવો આદિની ઉછામણીની આવકનો સમાવેશ થાય છે.