________________
૩૭૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શિબિરોનો વિરોધ કર્યો, મને ઉસૂત્રભાષી કહેતા પહેલા ઘણા આચાર્ય મહારાજોને ઉસૂત્રભાષી કહી ચૂક્યા છે.” મૂળ વાતને જુદો વળાંક આપવાની અને બીજાઓને આપણી સામે ઉશ્કેરવાની એમની આ એક ચાલબાજી છે.
ગઈકાલના ગુજરાત સમાચાર (મુંબઈ (આવૃત્તિ)માં આપણી સામે લખાણ લખી પાંચ પ્રશ્નો પૂછ્યા છે. એક બાજુ પં.જી લખે છે કે “ચોવીશ કલાકમાં છાપા પસ્તીમાં જાય છે. તો તેમાં લાખો રૂપિયા શા માટે ખર્ચવા જોઈએ?” તેમના આચાર્ય મહારાજ લખે છે કે – “પેપરોમાં આવું બધું લખવું બંધ થઈ જવું જોઈએ.” છતાં તેમના ભક્તો જ આ છપાવે છે. આ રીતે સિદ્ધાંત વિરુદ્ધ પ્રચાર ચાલે છે.
તેથી જ કહ્યું કે - ધર્મનો ધ્વંસ થતો હોય, ક્રિયામાર્ગનો લોપ થતો હોય, સિદ્ધાંતના અર્થોમાં વિપ્લવ થતો હોય ત્યારે સામો માને કે ન માને પણ ભવ્યા જીવોને સાચું માર્ગદર્શન આપવા શક્તિ સંપન્ન આત્માએ બોલ્યા વિના રહેવું નહિ. લોકો માર્ગથી ખસે નહિ, તેમની સિદ્ધાંત નિષ્ઠા ટકી રહે, આ પંચમકાળમાં પણ જીવો આત્મકલ્યાણ સાધી નિકટ મુક્તિ ગામી બને તેવા પ્રયત્નો છોડવાના નથી, એવા નિશ્ચય પર આવી જવાનું છે.
ગુરુ મહારાજ ફરમાવતા હતા કે, દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાત ક્ષેત્ર દ્રવ્યના ભંડારો દર્શનીય રાખવાના છે. ત્યારે જ વાપરવાના કે જ્યારે આસમાની સુલતાની આવે.
પ્રશ્નઃ તો દેવદ્રવ્યથી મંદિર બંધાય તેવો ઉપદેશ આપવાનું બંધન કરાવાય?
- શાસ્ત્રીય વિધાન આ છે. પણ ટ્રસ્ટ એક્ટની વાત આવી, દેવદ્રવ્ય પર તરાપ આવવાનો ભય ઊભો થયો, ત્યારે ગીતાર્થ મહાપુરુષોએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને જે નિધિ સામાન્ય સંજોગોમાં રાખી મૂકવાનો જ હતો, તેને વાપરી નાંખવા ભારપૂર્વક ભલામણ કરવા માંડી.
દેવદ્રવ્યનો ઉપભોગ એ મોટામાં મોટો દોષ છે. ઉપભોગ થતો જણાય. તો એને તરત અટકાવવા પ્રયત્નો કરવા જોઈએ. તમારે શ્રાવકોએ “દ્રવ્યસપ્તતિકા” ગ્રંથ ગુરુ પાસે અવશ્ય વાંચી આ વિષયમાં તૈયાર થઈ જવું જોઈએ.