________________
પ્રકરણ - ૧ : શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૩ (૧૫) રથ વગેરે પરમાત્મભક્તિના ઉપકરણોનો આવેલો નકરો સદુપયોગઃ (૧) જિનમંદિરના નિર્માણમાં (૨) જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં (૩) જિનપ્રતિમાજી ભરાવવામાં તથા લેપ કરાવવામાં (૪) જિનપ્રતિમાજીનાં આભૂષણો બનાવવામાં (૫) સ્નાત્ર પૂજા માટે ત્રિગડું વગેરે તથા રથ વગેરે બનાવવામાં (૬) આક્રમણ સમયે જિનમૂર્તિ-જિનમંદિર આદિના રક્ષણમાં. (૭) આપ ધર્મ સમજીને દેવદ્રવ્યની રકમ ઉપરનો ટેક્ષ વગેરે
ભરવામાં. (નોંધઃ જો કે, જિનમંદિર સંબંધી આ સર્વ કાર્યો શ્રાવકે સ્વદ્રવ્યથી કરવા
જોઈએ. તેમ છતાં શુદ્ધદેવદ્રવ્યના વિનિયોગના એ સ્થાનો હોવાથી તેમાંથી પણ કરી શકાય છે.) પૂર્વનિર્દિષ્ટ વ્યવસ્થાનો ઇતિહાસઃ
પૂર્વે જણાવેલી દેવદ્રવ્યની વ્યવસ્થા વર્ષોથી શ્રીસંઘમાં પ્રસ્થાપિત થયેલી હતી. તેમાં સમયાંતરે સમયાંતરે જ્યારે જ્યારે શાસ્ત્રાનુસારી પરંપરાથી વિરુદ્ધ નિર્ણયો-ઠરાવો કરવાની ત્રાહિત વ્યક્તિ-સંઘ દ્વારા પેરવી થતી હતી અને તેના યોગે એ શાસ્ત્રાનુસારી પરંપરાથી ચાલી આવેલી દેવદ્રવ્યની આવક-સદુપયોગની વ્યવસ્થામાં ગરબડ ઊભી થવાના સંયોગો પેદા થતા હતા, ત્યારે ત્યારે પૂ. આચાર્ય ભગવંતો-મુનિ ભગવંતો દ્વારા ભેગા મળીને તેનો પ્રતિકાર કરવામાં આવતો હતો અને સુવિહિત પરંપરાને સુરક્ષિત-સુનિશ્ચિત બનાવવામાં આવતી હતી. વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪નાં મુનિસંમેલનના ઠરાવો એની ગવાહી પૂરે છે. તે સંમેલનોમાં થયેલા ઠરાવોને નિહાળવાથી પૂર્વનિર્દિષ્ટ