________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૧૫ લેવાની એમની વૃત્તિ ન હોય અને ષોડશકજીમાં જણાવેલી વિધિ મુજબ ભાવના ભાવે કે, અન્યના દ્રવ્યથી થનારા ધર્મથી જે પુણ્ય પ્રાપ્તિ થાય તે અન્યને પ્રાપ્ત થાય.
– આ રીતે ઉપદેશકની ઉપદેશશુદ્ધિ, સંઘની-દાતાઓની અને આરાધકોની ભાવનાશુદ્ધિનો સમન્વય થાય ત્યારે શાસ્ત્ર અને પરંપરાનું પાલન થયું છે એમ કહેવાય અને એમ થાય તો જ આત્મકલ્યાણનો માર્ગ સુનિશ્ચિત બને છે.
- બીજી વાત, ધા.વ.વિચારના લેખકશ્રીએ પૂર્વોક્ત (C) વિભાગમાં જે વાત જણાવી છે, તેમાં જાણી જોઈને સાચી વાત છુપાવી રહ્યા છે. “શ્રાવકે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી” એવી વાતનો (શાસ્ત્રાધારે અને સુવિહિત પરંપરાધારે) આગ્રહ સેવનારા દેવદ્રવ્યમાંથી પૂજા કરવાનો વિરોધ કરે છે. પરદ્રવ્ય માત્રથી પૂજા કરવાનો વિરોધ કરી રહ્યા નથી. દેવકા સાધારણ કે સર્વસાધારણના દ્રવ્યથી પૂજા કરવાનો વિરોધ કરી રહ્યા નથી. તથા તથાવિધ સંઘની પરિસ્થિતિના કારણે એવા ફંડોમાંથી સામગ્રી આવતી હોય અને શ્રાવકો એનાથી પૂજા કરતા હોય છે, ત્યારે પણ પૂર્વનિર્દિષ્ટ માર્ગ શ્રાવકોને બતાવતા જ હોય છે અને એના જ કારણે જે શ્રાવકો સમયાભાવે સામગ્રી લઈને આવી શકતા નથી અને તથાવિધ સામગ્રીથી પૂજા કરે છે, તે શ્રાવકો પણ તેવા પ્રકારના ફંડોમાં પોતાનું સ્વદ્રવ્ય જોડતા જ હોય છે અને સંઘે દહેરાસરની બહાર રાખેલી સાધારણની પેટીમાં પણ યથાશક્તિ પૈસા નાંખતા જ હોય છે. ૦ અવસરપ્રાપ્ત ખુલાસો -
(આપણે જે પૂર્વે વિચારણા કરી તેમાં ઘણા મુદ્દાઓ ઊભા કરી શકાય છે. “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં અને એમાં વર્ણવાયેલી વાતોના સમર્થનમાં તૈયાર કરાયેલ આ.શ્રી. અભયશેખરસૂરિ મ. લિખિત “દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તકમાં શાસ્ત્ર અને પરંપરાથી સિદ્ધ વિધિને અને વિધિમાં વર્ણવાયેલી ભાવશુદ્ધિની વાતોને દૂષિત કરવા