________________
૧૧૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ઉત્તર : આ પ્રશ્નના જવાબના પ્રારંભમાં ઉપદેશકના અને સંઘના કર્તવ્યને બરાબર સમજી લેવાની જરૂર છે અને તે પછી શ્રાવકની સ્વકર્તવ્યરૂપ જિનપૂજાની વિધિ સમજી લેવી જરૂરી છે.
(૧) ઉપદેશક સાધુ શાસ્ત્ર સાથે બંધાયેલો છે. શાસ્ત્ર કહેતે મુજબ ઉપદેશ આપવા બંધાયેલો છે. શાસ્ત્ર અને સુવિહિત પરંપરા શ્રાવક દ્વારા સ્વકર્તવ્યરૂપે થતી જિનપૂજા સ્વદ્રવ્યથી જ કરવાનું વિધાન કરે છે. આથી ઉપદેશક “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું જણાવે અને સ્વદ્રવ્યથી શક્તિ ન હોય તો પૂર્વનિર્દિષ્ટ શાસ્ત્રોક્ત સામાયિકાદિ અનુષ્ઠાન કરવાનું કહે તથા અભયંકર શ્રેષ્ઠીના નોકરોના વિષયમાં ગુરુ મહારાજે અપનાવેલી ઉપદેશશૈલી અહીં ઉપદેશકો માટે આદર્શરૂપ બને છે. આથી ઉપદેશકોએ શાસ્ત્ર અને પરંપરાને બંધાયેલા રહેવાનું છે. અન્યથા સ્વ-પર ઉભયને અનર્થ થયા વિના રહેતો નથી. ઉપદેશકની બહુ મોટી જવાબદારી છે.
(૨) હવે સંઘનું કર્તવ્ય વિચારીશું. શ્રીસંઘે જિનભક્તિના આલંબનોનું નિર્માણ કર્યું છે. તેના આલંબને શ્રાવકો જિનભક્તિ કરી આત્મકલ્યાણ સાધે એવી એમની ખેવના હોય. જિનભક્તિ માટે આવતા શ્રાવકો સ્વદ્રવ્યથી જ જિનભક્તિની સામગ્રી લાવતા હોય. તેમ છતાં સમયાભાવે સામગ્રી લઈને આવવાની જેને અનુકૂળતા ન હોય તેના માટે કે બહારગામથી આવેલા શ્રાવકો માટે સંઘ સામગ્રીની વ્યવસ્થા ઊભી કરે. તે માટે દેવકું સાધારણ કે સર્વસાધારણ કે જિનભક્તિ સાધારણનું ફંડ એકઠું કરે.
(૩) આ ફંડ ઊભું કરનાર સંઘના જ આરાધક શ્રાવકો હોય છે. તેમની ભાવના હોય છે કે, અમારા દ્રવ્યનો સારા માર્ગે વ્યય થાય અને અમને સાધર્મિકો જે જિનભક્તિ કરે છે, તેમાં સહાયક બનવા દ્વારા લાભ મળે. અનુમોદના રૂપે અમે પણ એમાં જોડાઈએ.
(૪) એ ફંડમાંથી મૂકાયેલી સામગ્રીનો ઉપયોગ કરનારા શ્રાવકો પણ થોડું તો થોડું પણ પોતાનું દ્રવ્ય ઉમેરે. ધર્માદાના દ્રવ્યથી ધર્મકાર્ય કરી