________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૧૮
થાય તેવો શુભ આશય રાખવો એ જ સ્વ-૫૨ના હિતને માટે છે, તેથી ઊલટું પરદ્રવ્યથી પૂજા કરતા કરવાનો આશય ઉભયને માટે અત્યંત અહિતકર છે. અસ્તુ.
(નોંધ : અત્યારે પણ શ્રીસંઘોના જિનાલયની બહાર મૂકાયેલા કેસરસુખડ આદિની સામગ્રી માટેના ફંડની પેટીમાં વિપુલ માત્રામાં રકમ ભેગી થાય જ છે. તે સંઘોના અનુભવની વાત છે.) હવે મૂળવાત ઉપર પાછા આવીએ -
આથી સદાગ્રહને કદાગ્રહ કહેવો એ ઉન્મત્ત પ્રલાપ જ છે. જો “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી’’ અહીં સૂચવેલા ‘જ’કારને અનુલક્ષીને કોઈ ઉપદેશક એવા પ્રકારનો ‘જ’ પૂર્વક ઉપદેશ આપે એ કદાગ્રહ કહેવાતો હોય તો શાસ્ત્રકારોને પણ કદાગ્રહી કહેવા પડશે અને તમારા પૂ.વડીલોને પણ કદાગ્રહી કહેવા પડશે અને એ તો એક પ્રકારની ગુસ્તાખી જ કહેવાશે ને ? અને લેખકશ્રી પણ પોતાના પુસ્તકોમાં ‘જ’કાર પૂર્વક જોરશોરથી લખી ચૂક્યા છે, તે સદાગ્રહ કહેશો કે કદાગ્રહ ? ખેર ! હવે કોને પૂછવું ? તેઓશ્રી તો હાલ આપણી વચ્ચે હાજર નથી અને પરિમાર્જકોએ તો ક્યારનાય હાથ ખંખેરી લીધા છે.
-
→ ધા.વ.વિ.ના તે લખાણના (D) વિભાગમાં નિશ્ચયનયની માન્યતા જણાવીને કશું સ્પષ્ટીકરણ કર્યું નથી. બધું જ અધ્યાહાર રાખ્યું છે. અહીં નોંધવું જરૂરી છે કે, ભાવની શુદ્ધિ માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાલની શુદ્ધિની અનિવાર્યતા ઉપર પણ શાસ્ત્રકારોએ ખૂબ ભાર મૂક્યો છે. એથી જ ષોડશક ગ્રંથકારશ્રીએ શ્રાવકને ધર્માનુષ્ઠાનના સેવનકાળે પોતાના ધનમાં અન્યનું ધન ન આવી જાય તેવી કાળજી રાખવાનું જણાવીને કદાચ અન્યનું ધન આવી ગયેલું હોય અને એને દૂર કરવું શક્ય ન હોય તો ધર્મસેવનથી થનારી પુણ્યપ્રાપ્તિમાં અન્યને પણ તેટલા અંશે લાભ પ્રાપ્ત થાય એવી ભાવના ભાવીને ભાવશુદ્ધિ પામવા - જીવંત રાખવા જણાવ્યું છે.