________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૧૭ ભાગ્યશાળીઓએ પોતપોતાના દ્રવ્યથી જ કરવાની છે. મુંબઈ જેવા શહેરમાં ટાઈમના અભાવે અને કેટલીક પ્રતિકૂળતાના કારણે બધા પોતાની સામગ્રી વસાવી ન શકે અને રોજ સાથે લાવી ન શકે તે કારણે અત્રે સાધારણ ખાતાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાંથી વસ્તુઓ ખરીદ કરી અત્રે રાખવામાં આવે છે. તેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓને સ્વદ્રવ્યથી ભક્તિ કરવાનો લાભ મળે તે ખાતર આ સાધારણ ખાતાનો ભંડાર અત્રે મૂકવામાં આવ્યો છે.”બીજે પણ આવું લખાણ જોવા મળે છે.
જિનવાણી' ના સુજ્ઞ વાચકોને “જિનવાણી' પત્રની પ્રામાણિકતામાં ક્યારેય સંદેહ ઊભો થયાનું આજ સુધી અમારી જાણમાં આવ્યું નથી. લેખકે આવો સંદેહ ઊભો કર્યાનો આ પહેલો પ્રસંગ અમારી જાણમાં આવ્યો છે. તેમનો સંદેહ પ્રામાણિક હોય તો ઉપરના ખુલાસાથી દૂર થઈ જવો જોઈએ.
હવે આગળ તેમણે – “કેટલા દેરાસરમાં કેટલા શ્રાવકો...ખબર પડી જાય” વગેરે જે લખ્યું છે, તે સૂચવે છે કે લેખકને વિવેકી શ્રાવકવર્ગની વિવેક બુદ્ધિમાં અને ધર્માદીયા વૃત્તિના અભાવમાં સંદેહ છે. પરંતુ તેમનો આ સંદેહ પણ પાયા વગરનો છે. તપાસ કરતાં અમને જાણવા મળ્યું છે કે શ્રીપાળનગરમાં સાત મહિનાના ભંડારમાં રૂ. ચોપન હજાર નીકળ્યા છે, તો બીજા એક સ્થળે વાર્ષિક લગભગ અડતાલીસથી પચાર હજાર આવા ભંડારમાંથી નીકળે છે. આટલી હકીકતથી લેખકનો આ વિષેનો ભ્રમ પણ દૂર થઈ જવો જોઈએ.
લેખકના આક્ષેપો અંગે આટલો ખુલાસો કર્યા પછી હવે આડેધડ નિરૂપણ કોણ કરે છે, એ નક્કી કરવાનું કામ સુજ્ઞ વાચકો પર અમે છોડીએ છીએ.
આ પ્રસંગને પામીને અમે સૌને ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે, જ્યાં જ્યાં આ રીતે દેવભક્તિ સાધારણના ભંડાર મૂકવાની જરૂર જણાય અને મૂકવામાં આવે ત્યાં શ્રાવકો સ્વદ્રવ્યથી પ્રભુભક્તિ કરતા