________________
૧૪૧
પ્રકરણ - ૪ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
(૨) એ પાઠ સંપૂર્ણ પૂર્વે પણ રજુ થયેલો જ છે અને તેમાં આવતી તમામ વાતોનું શાસ્ત્રસાપેક્ષ અર્થઘટન પણ કરવામાં આવેલ જ છે.
(૩) વાસ્તવમાં તો એ બંને લેખકશ્રીઓએ પાઠની કેટલીક પંક્તિઓ પોતાની માન્યતામાં નડતી લાગતાં એને છૂપાવવાની કોશિષ કરી છે અથવા તો એનો સાચો – સ્પષ્ટ અર્થ કર્યો નથી. જેમ કે, પ્રાોિષાત્' આ પદનો જે મુધાન પ્રશંસા, અનાદર-અવજ્ઞા આદિ દોષો લાગે એવો અર્થ કરવાનો હતો, તેના બદલે માત્ર “મુધાજન પ્રશંસા' અર્થ કરીને અટકી ગયા છે. જો બાકીના દોષો બતાવે તો પોતાની વાત કોઈ માનવા તૈયાર થાય તેમ નથી (આ અંગે વિશેષ વિગત આગળ જણાવી જ છે.)
કુતર્ક-૭:
વળી (A) સ્વદ્રવ્યનો એવો એકાંત આગ્રહ રાખવો કે તેની મર્યાદામાં રહીને નબળાં દ્રવ્યોથી પણ પ્રભુપૂજન કરવું પરંતુ દેવદ્રવ્યથી (જિનભક્તિ સાધારણ સ્વરૂપ કલ્પિત દેવદ્રવ્યથી) ઉત્તમ દ્રવ્યથી પ્રભુપૂજન થાય તો પણ તે નહિ જ કરવું તે વાત વિશિષ્ટ પ્રસંગોમાં તો બરોબર જણાતી નથી. (B) અન્ને દ્રવ્યનું (ઉપકરણનું) મહત્ત્વ નથી પરંતુ શુભભાવવૃદ્ધિનું (અન્તઃકરણનું) મહત્ત્વ છે. (C) હા. એ ખરું કે શક્તિમાન (ધનવાન) આત્મા પરદ્રવ્યાદિથી પ્રભુપૂજન કરે તો તેમાં તેને લાભ ઓછો મળે (ધનની મૂચ્છ નહિ ઉતારવાથી) પરંતુ તેને ગેરલાભ થાય તેવું પ્રતિપાદન તો કેમ કરી શકાય?” (“ધાર્મિક વહીવટ વિચાર પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૦)
સમાલોચના: (નોંધ : પૂર્વોક્ત કુતર્કમાં સમાલોચનાની અનુકૂળતા માટે A-B-C ત્રણ વિભાગ પાડ્યા છે.)
| (A) શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથકારોએ ઋદ્ધિમાન-મધ્યમ અને નિર્ધન શ્રાવક માટે જે પૂજાવિધિ બતાવી છે, તેમાં ઋદ્ધિમાન અને મધ્યમ શ્રાવકે સ્વવિભવ અનુસારે પ્રભુપૂજા કરવાની કહી છે અને શક્તિના અભાવવાળા નિર્ધન શ્રાવકને ફુલ ગુંથવા વગેરે મંદિરના કાર્યો કરવાનું કહ્યું છે. આથી “સ્વદ્રવ્યથી પૂજાનો આગ્રહ અમારો નથી. પરંતુ ગ્રંથકારોની આજ્ઞા છે. અમે એને બતાવીએ