________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૮૬
પહેલાં પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી છે. વર્ષો પહેલાં છપાયેલા શ્રાદ્ધવિધિના ભાષાંતરમાંથી એક ઉતારો પણ જોઈ લઈએ.
“ધનરહિત શ્રાવક સામાયિક લઈને, જો કોઈની પણ સાથે તકરાર વગેરે કે પોતાને માથે ઋણ (કરજ) ન હોય તો ઇર્યાસમિતિ વગેરેના ઉપયોગ સહિત સાધુની જેમ ત્રણ નિસીહિ આપવાપૂર્વક ભાવપૂજાની રીતિ પ્રમાણે દેરાસર આવે. ત્યાં જો કદાચિત્ કોઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય હોય તો સામાયિક પારીને તે ફૂલ ગૂંથવા વગેરે કાર્યમાં પ્રવર્તે. કેમ કે, એવી દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે નથી અને એટલો ખર્ચ પોતાના નિર્ધનપણાને લીધે થઈ શકે એમ નથી.’' (ગાથા-૬, પૃ. ૧૬૯નો અનુવાદ)
– જો શ્રાદ્ધવિધિકાર અને તેઓના પોતાના જ પુસ્તકો આમ કહેતાં હોય તો, હવે તેવી જ માન્યતા ધરાવનારા વર્ગ માટે એમ કહેવું કે, “તેઓ ગરીબોને પૂજા કરવાની ના પાડે છે કે તેનાથી વંચિત રાખે છે’’ વગેરે વાતો ઉચિત કરવી કેટલી ગણાય તે વાચકો સ્વયં વિચારે.
(ક) પુસ્તક : આંધી આવી રહી છે : પૃ. ૧૨૬-૧૨૭ ’દેવદ્રવ્ય જેમ ન ખવાય તેમ ધર્માદા દ્રવ્ય પણ ન જ ખવાય.
પરમાત્મા મહાવીરના શાસનનું હજી એ સદ્ભાગ્ય છે કે જિનાજ્ઞા મુજબ જ વહીવટ વગેરે કરવાની અપેક્ષા ઘણા ભાગ્યવાનો રાખતા હોય છે. એથી જ દેવદ્રવ્યની રકમમાંથી, પોતાના કામો માટે રાખવામાં આવેલ પૂજારીને પગાર આપવાની બાબતમાં તેઓ બહુ સુંદર રીતે પડકાર કરીને સફળતા પામી રહ્યા છે.
પણ મને એમ લાગે છે કે એવા માણસો ય એક વાત ભૂલી ગયા લાગે છે કે જેમ દેવદ્રવ્ય સ્વકાર્યમાં ન લેવાય તેમ ધર્માદાનાં દ્રવ્યનો પણ પોતાના કાર્યમાં ઉપયોગ ન જ થાય.
આજના ઊભા થઈ ગયેલા આયંબિલખાતાઓ, જિનમંદિરોમાં વપરાતી અગરબત્તીથી માંડીને કેસર, વગેરે તમામ વસ્તુઓ, ન્હાવા માટે બળતા કોલસા અને પૂજા માટે પહેરાતાં મંદિરના લાલ-પીળા કપડાં....એ બધું ય ધર્માદાના દ્રવ્યોનું જ છે