________________
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૭૩ શું તમે મુગ્ધાવસ્થામાં માનો છો? તે જવાબ આપશો?
બીજું, લેખકશ્રીનું પૃ. ૧૧૭ અને ૧૧૮ ઉપરનું લખાણ શાંત ચિત્તે વાંચશો તો પણ આગળ-પાછળના લખાણમાં ઘણા વિરોધાભાસો દેખાશે અને દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પાઠમાંના ‘જીર્ણોદ્ધાર-નવ્યચૈત્યનિર્માણાદિ પદમાંના “આદિ પદથી “સાધુવૈયાવચ્ચ“ લેવા અને ઘટાવવા માટે આખા પ્રકરણમાં કુતર્કલીલા ખેલાયેલી જણાશે. પરિશિષ્ટકારે તો એમનાથી બે ચાસણી ચઢી જાય તેવી કુતર્કલીલા પ્રસારેલી છે
તદુપરાંત, દેવદ્રવ્યના ઠરાવમાં અનેકવાર પોતાના ગુરુદેવ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાને યાદ કરનારા લેખકશ્રીએ ગુરુદ્રવ્યના વિષયમાં ક્યાંયે એમની માન્યતાને યાદ કરવાની દરકાર કરી નથી. લેખકશ્રી તો હાલવિદ્યમાન નથી. પણ વિદ્યમાન પરિશિષ્ટકારશ્રીએ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાનો ગુરુદ્રવ્યના વિષયમાં અભિપ્રાય શું હતો તે જણાવવો જોઈએ. (આપણે એને પૂર્વે જોયો જ છે.)
અહીં ઉલ્લેખનીય છે કે, ગુરુદ્રવ્યના ઠરાવના સમર્થનમાં લેખકશ્રી અને પરિશિષ્ટકારશ્રીએ જે શ્રાદ્ધજિતકલ્પનો પાઠ રજૂ કર્યો છે અને એનું જે રીતે અર્થઘટન કર્યું છે, તે કોઈપણ રીતે માન્ય બની શકે તેમ નથી. કારણ કે, દ્રવ્યસપ્તતિકા આદિ અન્ય ગ્રંથો સાથે અને પરંપરા સાથે વિરોધ આવે તેવી કોઈ વાત માન્ય બની શકે નહીં.
મુદ્દા નં-૩ઃ (પૃ. ૧૨૧)
હવે સવાલ રહ્યો પરંપરાનો ભાઈ ! પરંપરા તો બેય પ્રકારની કેટલાય સમયથી ચાલી આવી છે. ગુરુપૂજનની રકમ દેવદ્રવ્યમાં લઈ જવાની પરંપરાવાળા શ્રમણ સમુદાયો પણ છે. વળી પૂજ્યપાદ સ્વર્ગસ્થ લબ્ધિસૂરીશ્વરજી મ.સાહેબના સમયથી તેમના સમગ્ર સમુદાયમાં લૂંછનરૂપે જ ગુરુપૂજન કરાય છે અને તેથી તે રકમ શાસ્ત્રમાન્ય રીતે સાધુ-વૈયાવચ્ચ આદિમાં લઈ જવાય છે. (આ વાત સર્વમાન્ય છે.) હવે ગુરુપૂજન (સીધું કે લૂંછનરૂપથી) સાધુ-વૈયાવચ્ચમાં લઈ જનારો વર્ગ જ્યારે ઘણો મોટો છે ત્યારે મુનિ સંમેલને ગુરુપૂજનના દ્રવ્યને જીર્ણોદ્ધારમાં તથા વૈયાવચ્ચમાં લઈ જવાના