________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
શ્રીહીરસૂરિજી મ.સાહેબે પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "इदं चाग्रपूजारूपं द्रव्यं तदानीं सङ्केन जीर्णोद्धारे व्यापारितमिति तत्प्रबन्धादौ શ્રુતે ॥’’ આ પાઠમાં એ કોટિદ્રવ્યને ‘અગ્રપૂજારૂપ દ્રવ્ય’ ગણાવ્યું છે, તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. છતાં લેખકશ્રી તેને અલગ રીતે જણાવે છે, તે છલના ન કહેવાય તો શું કહેવાય ? વાચકો સ્વયંવિચારે અને અહીં લેખકશ્રીએ જે ચાલાકી વાપરી છે, તે પૂર્વોક્ત પ્રશ્નોત્તરમાં જોઈ જ છે.
૨૭૨
મુદ્દા નં.-૨ : (પૃ. ૧૧૭)
“શાસ્રર્દષ્ટિએ સાધુને દ્રવ્યદાન નિષિદ્ધ છે. પરંતુ આવી રીતે મુગ્ધાવસ્થામાં કોઈએ સાધુને દ્રવ્યદાન કર્યું હોય તો તેનાથી ગુરુની અંગપૂજાનું સમર્થન થતું નથી. માત્ર એટલું ફલિત થાય છે કે દાનરૂપે કે પૂજારૂપે અર્પણ કરાયેલું દ્રવ્ય તે ગુરુની ઇચ્છા મુજબ યોગ્યક્ષેત્રમાં વાપરી શકાય છે. પણ દેવદ્રવ્યમાં જ જાય એમ કહી શકાય નહીં.”
સમાલોચના-૨ :
(૧) શાસ્ત્રમાં સુવર્ણાદિ દ્રવ્યોથી ગુરુની પૂજા કરવાની વિહિત જ છે. દ્રવ્યસપ્તતિકાકારે તેની સિદ્ધિ કરી જ છે. ત્યાં લખ્યું છે કે, પ્રશ્નોત્તરસમુચ્ચય, આચારપ્રદીપ, શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોને અનુસારે શ્રીજિનેશ્વર ભગવાનની અંગ અને અગ્ર પૂજાની પેઠે, શ્રીગુરુ મહારાજની પણ અંગપૂજા અને અગ્રપૂજા સિદ્ધ થાય છે.’’ - આટલું દિવા જેવું સ્પષ્ટ સત્ય પણ લેખકશ્રી મિથ્યાભિનિવેશના કારણે સ્વીકારી શકતા નથી. કારણ કે, એ સ્વીકારી લે તો ગુરુપૂજાના દ્રવ્યના વિનિયોગ અંગેની પોતાની માન્યતા તૂટી પડે તેવી છે.
– તદુપરાંત, વિક્રમરાજાએ મુગ્ધપણાથી (ઘેલછાથી) એ કોટિદ્રવ્ય અર્પણ કર્યું નથી. પરંતુ ભક્તિભાવથી અર્પણ કર્યું છે. વિક્રમરાજાને મુગ્ધાવસ્થામાં કહી દેવા એ કદાગ્રહ સિવાય બીજું કશું જ નથી. ચાલો, એક ક્ષણ માટે માની લઈએ કે, રાજા તો મુગ્ધાવસ્થામાં હતા, પરંતુ રાજા દ્વારા સમર્પિત એ કોટિદ્રવ્યનો નિષેધ ન કરનારા પૂ.આ.ભગવંતને પણ