________________
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૭૧
નહિ પણ પોતાના વ્યક્તિગત ગમા-અણગમાને અનુલક્ષીને આખા પુસ્તકમાં નામોલ્લેખ પૂર્વે વિશેષણોની બાદબાકી અને તેની રજૂઆત કરી છે, તે વાચકો સ્વયં જોઈ શકશે.
(૨) પૂર્વોક્ત મુદ્દામાં લેખકશ્રીએ શાસ્રસંદર્ભોને વિકૃત રીતે રજૂ કરીને અંતે ‘ગુરુપૂજન દ્રવ્યની કોઈનિયત વ્યવસ્થા પ્રાચીનકાળના ગ્રંથોમાં દેખાતી નથી’ અને અમે એ વ્યવસ્થાને નિયત કરી છે એવો દાવો કર્યો છે. પરંતુ તેમની તે વાત ઉચિત નથી. કારણ કે, વિક્રમ રાજાએ પૂ.આ.શ્રીસિદ્ધસેનસૂ.મ.સા.ને અર્પણ કરેલ ૧ ક્રોડ સુવર્ણના વિનિયોગ માટેના જુદાજુદા ગ્રંથોમાં જુદા-જુદા ઉલ્લેખ મળે છે, ત્યાં તે તે સ્થળે વિનિયોગ કરવાના હેતુઓ પણ જુદા જુદા જણાવ્યા જ છે.
→ દ્રવ્યસપ્તતિકા-હીરપ્રશ્ન ગ્રંથમાં ૧ ક્રોડ સુવર્ણને ગુરુની અગ્રપૂજા રૂપે ગણીને એનો જીર્ણોદ્ધાર અને નવ્ય-ચૈત્યનિર્માણાદિમાં ઉપયોગ કર્યાનો ઉલ્લેખ મળે છે.
→ પ્રબંધચિંતામણી વગેરેમાં તે ૧ ક્રોડ સુવર્ણને પ્રીતિદાન ગણીને એનો ઉપયોગ લોકોને ઋણમુક્ત કર્યાનો ઉલ્લેખ મળે છે.
→ કાવ્યશૈલી અને પ્રભાવક ચરિત્રમાં પણ એ દ્રવ્યને પ્રીતિદાન ગણાવીને સાધારણના દાબડામાં લઈ ગયાનું જણાવ્યું છે.
→ આથી જે ગ્રંથોમાં એ દ્રવ્ય અગ્રપૂજારૂપે આવેલું ગણ્યું છે, ત્યાં એ પૂજાર્હ ગુરુદ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્વાર-નવચૈત્યનિર્માણાદિ કાર્યોમાં જ જણાવ્યો છે. દ્રવ્યસપ્તતિકા ગ્રંથ અને હીરપ્રશ્નાનુવાદની એ વિનિયોગ અંગેની સૂચક વાતને છૂપાવીને લોકોને ગેરમાર્ગે દોરતાં પૃ. ૧૧૭ ઉપર લખે છે કે, “બીજું જે સિદ્ધસેન સૂ.મ.નો દાખલો હીરસૂરિ મહારાજે આપ્યો છે, તેમાં વિક્રમરાજાએ કોટિદ્રવ્ય સિ.સૂ.ને તુષ્ટમાનરૂપે આપેલું છે, નહીં કે અંગપૂજા કે ચરણરૂપે.”
– લેખકશ્રીની આ વાત તદ્દન અસત્ય છે. કારણ કે, પૂ.આ.ભ.