________________
૩૦૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૮) શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનમંદિરના કાર્ય સિવાયના શ્રીસંઘની પેઢીના માણસ તથા ઉપાશ્રય, પાઠશાળા, આયંબિલ ખાતા આદિ સ્થાનોમાં કચરો કાઢનાર માણસના પગાર વગેરે કોઈ પણ કાર્યમાં જિનમંદિર સાધારણદ્રવ્યનો ઉપયોગ ન કરી શકાય. ખાસ ધ્યાનમાં રાખવાની વાતોઃ
– નીચે બતાવેલ ખર્ચાઓ જિનમંદિર સાધારણ ખાતામાંથી ન થઈ શકે. એને સાધારણ ખાતામાંથી જ કરવા જોઈએ.
૧. સંઘની પેઢીના વહીવટના ખર્ચા. ૨. સ્ટેશનરી, પોસ્ટેજ, ટેલીફોન, પાણી વગેરેના ખર્ચા. ૩. દેરાસરની બહાર દર્શનાર્થી માટે પાણીની વ્યવસ્થાનો ખર્ચો. ૪. પગ લૂંછણીયા, કારપેટ વગેરેના ખર્ચા. ૫. સૂચના લખવા બ્લેક બોર્ડ, ચોક, કપડાદિના બેનર. ૬. સાલગીરીના દિવસે ધજા માટે પાલખ બાંધવાના. ૭. ધાર્મિક કાર્યો માટેના મંડપ વગેરેના ખર્ચા. ૮. સ્નાત્રપૂજા વગેરેના પુસ્તકો-સાપડા વગેરેના ખર્ચા.
૧૦. સાધારણ દ્રવ્યઃ
શ્રી સંઘની પેઢીમાં, તીર્થની પેઢીમાં સાધારણ ખાતામાં ઉદાર શ્રાવકો દ્વારા જે દાન પ્રાપ્ત થાય છે અને સાધારણ ખાતા માટે નિર્ધારિત કરેલી કાયમી તિથિઓની રકમ પ્રાપ્ત થાય તે, આ ખાતામાં જમા થાય છે.
ચડાવા બોલવાથી પણ સાધારણ દ્રવ્યની આવક થાય છે. ઉદાહરણઃ
– સંઘપતિ, દાનવીર, તપસ્વી શ્રાવક, બ્રહ્મચારી, દીક્ષાર્થી, મુમુક્ષુ ભાઈ-બહેનોને તિલક-હાર-શ્રીફળ, શાલ, ચૂંદડી-સન્માન પત્ર વગેરે અર્પણ કરવાના ચડાવાનું દ્રવ્ય.