________________
પરિશિષ્ટ-૨
૩૪૭.
વાપરવી?
ઉત્તર-પ્રતિક્રમણ સૂત્રો સંબંધી ઉપજ જ્ઞાન ખાતે પુસ્તકાદિ લખાવવાના કામમાં વાપરી શકાય છે.
પ્રશ્ન-૩ સુપનાના ઘીની ઉપજ શેમાં વપરાય?
ઉત્તર-આ બાબતના અક્ષરો કોઈ પુસ્તકમાં મારા જોવામાં આવ્યા નથી, પણ શ્રી સેનપ્રશ્નમાં અને શ્રી હરિપ્રશ્ન નામના શાસ્ત્રમાં ઉપધાનમાલા પહેરવાના ઘીની ઉપજ દેવદ્રવ્યમાં ગણેલી છે. તે શાસ્ત્રના આધારે કહી શકું છું કે, સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી, આ બાબતમાં મારો એકલાનો જ એવો અભિપ્રાય છે, તેમ ન સમજવું. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજનો તથા ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજનો તથા પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ વગેરે મહાત્માઓનો પણ તેવો જ અભિપ્રાય છે કે, સુપનાની ઉપજ દેવદ્રવ્ય તરીકે ગણવી.
પ્રશ્ન-૪ કેસર-સુખડના વહેપારની ઉપજ શેમાં વાપરવી?
ઉત્તર-પોતાના પૈસાથી મંગાવી કેસર-સુખડ વેચી હોય તેમાં થયેલો નફો પોતાની ઇચ્છા હોય તેમાં ખર્ચી શકાય. પણ કોઈ અજાણ માણસ દેરાના પૈસાથી ખરીદી ગયેલ ન હોય તેવી ખાતરી હોવી જોઈએ.
પ્રશ્ન-૫ દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર અપાય કે કેમ?
ઉત્તર-પૂજા કરાવવી એ પોતાના લાભ માટે છે. પરમાત્માને તેની દરકાર નથી, વાસ્તુ પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી આપી શકાય નહિ. કદાપિ કોઈ વસ્તી વિનાના ગામમાં બીજું સાધન કોઈ રીતે બની શકે નહિ તો ચોખા પ્રમુખની ઉપજમાંથી આપી શકાય છે.
પ્રશ્ન-૬ દેવકી જગ્યામાં પેટી રખાય કે નહિ?
ઉત્તર-પેટીમાં સાધારણ અને નાવાના પાણી સંબંધી ખાતું ન હોય તો રાખી શકાય, પણ કોઈ અજાણ માણસ દેવદ્રવ્યને કે જ્ઞાનદ્રવ્યને બીજા ખાતામાં ભૂલથી નાખે નહિ તેવો પૂરતો બંદોબસ્ત હોવો જોઈએ. સાધારણનું ખાતું હોય તો એ દેવલની જગ્યામાં ઉપજેલું દ્રવ્ય શ્રાવક-શ્રાવિકાને કેવી રીતે આપી શકે તે