________________
૩૪૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
ઉપાશ્રયમાં લઈ જવા માટેનો) ઠરાવ થયો નથી, તો ગુરુજીની અનુમતિ-સંમતિ ક્યાંથી હોય, તે સ્વયં વિચારી લેશો. વિઘ્નસંતોષી માણસો બીજાની હાનિ કરવા ‘‘યજ્ઞા તા’’ કોઈ બકે તેથી શું ? જો કોઈ પાસે મહારાજના હાથની લેખી કલમ નીકળે તો ખરી, નહિ તો લોકોનાં ગપ્પાં ઉપર વિશ્વાસ કરવો નહિં. મારા જાણવામાં તો કોઈ વખતે પણ એમ આવ્યું નથી, કે સ્વપ્નના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી હોય. હાલ એ જ. દઃ ચતુરવિજય
પૂ.આત્મારામજી મ.નાં જ આશાવર્તી મુનિરાજશ્રીએ પણ સ્પષ્ટ જણાવેલ છે કે, સ્વપ્નની ઉપજ દેવદ્રવ્યમાં જ જાય.
(નોંધ :- બીજો મહત્ત્વનો પત્ર અહીં પ્રસિદ્ધ થઈ રહેલ છે, જે પણ ખૂબ જ ઉપયોગી હકીકત પર પ્રકાશ પાડે છે, પૂ.આ.મ. શ્રી વિજયાનંદસૂરિજી મ. શ્રી અપરનામ પૂ. આત્મારામજી મહારાજશ્રીના સમુદાયમાં તેમના જ ખુદના હસ્ત દીક્ષિત પ્રશિષ્યરત્ન પૂ. શાંતમૂર્તિ મુનિરાજ હંસવિજયજી મહારાજ કે જેઓ પૂ. આ. મ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજશ્રીના શ્રદ્ધેય તથા આદરણીય હતા. તેઓશ્રીએ પાલનપુર શ્રી સંઘે તેમને પૂછેલ પ્રશ્નોના જવાબમાં જે જે વાતો શાસ્રીય પ્રણાલી અને ગીતાર્થ મહાપુરુષોને માન્ય રીતે જણાવી છે, તે આજે પણ તેટલી જ મનનીય અને આચરણીય છે. જેમાં દેવદ્રવ્યની વ્યવસ્થા, જ્ઞાનદ્રવ્ય તથા સ્વપ્નની ઉપજ આદિની શાસ્ત્રાનુસારી વ્યવસ્થાને અંગે તેઓશ્રીએ કેટ-કેટલું સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપેલ છે, તે ભારતભરના શ્રી સંઘોને અનંત ઉપકારી પરમ તારક શ્રી જિનેશ્વર ભગવંતના આજ્ઞાની આરાધનાના આરાધક ભાવને અખંડિત રાખવા માટે ખૂબ જ જાગૃત બનવા પ્રેરણા આપી જાય છે. સર્વ કોઈ સહૃદય ભાવે આ પ્રશ્નોત્તરીને વિચારે.
- સંપાદક)
શ્રી પાલણપુરના સંઘને માલુમ થાય કે, તમોએ આઠ બાબતોનો ખુલાસો લેવા મને પ્રશ્ન કરેલ છે, તેનો ઉત્તર મારી સમજ પ્રમાણે આપની આગળ નિવેદન કરું છું.
પ્રશ્ન-૧ પૂજા વખતે થી બોલાય છે તેની ઉપજ શેમાં વાપરવી ?
ઉત્તર-પૂજાના ઘીની ઉપજ દેવદ્રવ્ય તરીકે જીર્ણોદ્વારાદિ કામમાં વાપરી શકાય છે.
પ્રશ્ન-૨ પડિક્કમણાનાં સૂત્રો નિમિત્તે થી બોલાય છે, તેની ઉપજ શેમાં