________________
પરિશિષ્ટ-૨
૩૪૫ પૂ.પાદ આત્મારામજી મહારાજનો શ્રમણ સમુદાય પણ સ્વપ્નાની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવાના મતનો જ હતો ને છે. એક મહત્ત્વનો પત્રવ્યવહાર.
(નોંધ:- પૂ. પાદ વિસમી સદીના અજોડ શાસન પ્રભાવક જંગમ યુગપ્રધાનકલ્પ ન્યાયાંભોનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીના વિશાલ સુવિહિત સાધુ સમુદાયમાં પણ સ્વપ્નદ્રવ્યની વ્યવસ્થાને અંગે તે કાલે શાસ્ત્રાનુસારી મર્યાદાનું પાલન કેટ-કેટલું કડક અને ચુસ્તપણે થયું હતું તે નીચેના પત્ર વ્યવહારથી સ્પષ્ટ જણાઈ આવે છે. પૂ.આત્મારામજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. વિદ્વાન મુનિપ્રવર શ્રી ચતુરવિજય મહારાજશ્રી કે જેઓ વિદ્વાન પૂ. મુનિવર શ્રી પુણ્યવિજયજી મ. શ્રીના ગુરુવર થાય છે, તેઓશ્રી આ નીચે પ્રસિદ્ધ થયેલ પત્રમાં સ્પષ્ટપણે જણાવે છે કે, મારા સાંભળવામાં એમ આવ્યું નથી કે સ્વપ્નાના પૈસા ઉપાશ્રયમાં ખરચવામાં સંમતિ આપી હોય.'
આથી એ સ્પષ્ટ છે કે, સ્વપ્ન દ્રવ્યની ઉપજ કદીયે ઉપાશ્રયમાં વપરાય નહિ આજે એ પત્રને લખે પ૭ વર્ષ થવા છતાં તેથી એટલું તો સમજી શકાય છે કે, ખુદ તે કાલે એટલે આજથી ૫૭ વર્ષ પહેલાં પણ પૂ. પાદ આ.મ.ની વિજયાનંદસૂરિજી મહારાજશ્રીના શ્રમણ સમુદાયમાં પણ સ્વપ્ન દ્રવ્યની ઉપજ દેવદ્રવ્યમાં જ જતી હતી, ને જે શાસ્ત્રાનુસારી અને સુવિહિત પરંપરા માન્ય પ્રણાલી છે અને જેને પૂ. વિદ્વાન મુનિરાજ શ્રી ચતુરવિજયજી મ. જેવા સાહિત્યકાર અને અનેક શાસ્ત્રગ્રંથોના સંપાદક-સંશોધક પણ માનતા હતા ને તે મુજબ વર્તતા હતા. જે નીચે પ્રગટ થયેલ તેઓશ્રીનો પત્ર આપણને એ વાતની પ્રતીતિ કરાવે છે.
- સંપાદક)
તા. ૬-૭-૧૭ મુંબઈથી લી. મુનિ ચતુરવિજયજી તરફથી.
ભાવનગર મધ્યે ચારિત્રપાત્ર મુનિ શ્રી ભક્તિવિજયજી તથા યશોવિજયજી યોગ્ય અનુવંદના સુખશાતા વાંચશો. તમારો પત્ર મળ્યો. ઉત્તરમાં ક્રમથી નીચે પ્રમાણે.
પાટણના સંઘ તરફથી, કોઈ તમારા લખવા પ્રમાણે ઠરાવ થયો હોય તેમ અમારા સાંભળવામાં કે અનુભવમાં નથી. પરંતુ પોલીયા ઉપાશ્રયે એટલે જતીના ઉપાશ્રયમાં બેસનારાઓ એ સ્વપ્નના ચડાવામાંથી અમુક ભાગ ઉપાશ્રય ખાતે લે છે. એમ સાંભળવામાં છે, જ્યારે પાટણના સંઘ તરફથી આવો (સ્વપ્નાની ઉપજ