________________
૩૪૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા વિચારવા જેવું છે.
પ્રશ્ન-૭ નારીયેલ, ચોખા, બદામ, શેમાં વપરાય? ઉત્તર-નારીયેલ, ચોખા, બદામની ઉપજ દેવદ્રવ્ય ખાતે જમા થવી જોઈએ. પ્રશ્ન-૮ આંગીનો વધારો શેમાં વાપરવો?
ઉત્તર-આંગીમાંથી વધારો કાઢવો વ્યાજબી નથી, કારણ કે, તેમાં કપટક્રિયા લાગે છે. વાસ્તે જેણે જેટલાની આંગી કરાવવાનું કહ્યું હોય તેટલા પૈસા ખરચી તેના તરફથી આંગી કરાવવી જોઈએ.
સદ્ગુહસ્થો! જે ખાતું ડૂબતું હોય તે તરફ ધ્યાન દેવાની ખાસ આવશ્યકતા છે, વાસ્તે હાલમાં સાધારણ ખાતાની બૂમ પડે છે, તેથી તેને તરતું કરવાની ખાસ જરૂર છે, તેથી પુણ્ય કરતી વખતે યા હરેક શુભ પ્રસંગે શુભ ખાતે અવશ્ય રકમ કાઢવા, કઢાવવા તજવીજ કરવી. તેથી આ ખાતું તરતું થઈ જશે અને તેની બૂમ કદી પણ આવશે નહીં, એ જ શ્રેય છે.
લી. હંસવિજય