SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિ. ગણિવરના દેવદ્રવ્ય આદિ અંગેના વિચારો (A) આધાર : “સળગતી સમસ્યાપુસ્તક સવાલઃ (૭૨) પરદ્રવ્યથી જિનપૂજા કરવામાં પાપ જ લાગે? જવાબ: ના...તેમ કહી શકાય નહિ. જે પુણ્યવાનો સ્વદ્રવ્યથી જિનપૂજા કરવાની શક્તિ ધરાવતા હોય તેમણે તેમ જ કરવું જોઈએ. જિનપૂજાની પાછળ ધનની મૂચ્છ ઉતારવાનો મુખ્ય આશય છે. ધનવાન આત્માઓ જો પરદ્રવ્ય પૂજા કરે તો આ આશય તો સચવાતો જ નથી. એટલે આમ કરવાથી જે સંપૂર્ણ લાભની પ્રાપ્તિ થવાની છે તેને સ્થાને ખૂબ જ અલ્પલાભની પ્રાપ્તિ થાય છે. જે ધંધામાં એક લાખ રૂપિયાની કમાણી કરવાની છે ત્યાં જો માત્ર બે હજાર રૂપિયા જ મળતા હોય તો તે કેવું કહેવાય? તમે જ વિચારજો. જો સુખી માણસો સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરતા થઈ જાય તો કેસર-સુખડ વગેરે ખાતાઓમાં પડતા વર્ષોવર્ષના તોટનો પ્રશ્ન ઉકલી જાય અને સ્વદ્રવ્યની જિનપૂજાના રૂપ અને રંગ સાવ નોખા અને તદ્દન અનોખા બની જાય. (પૃ. ૧૦૨-૧૦૩) નોંધ: અહીં લેખકશ્રીનો જવાબ એકદમ શાસ્ત્રાનુસારી છે. આ જવાબ વાંચ્યા પછી સં. ૨૦૪૪ પછીના ““ધાર્મિક વહીવટ વિચાર” આદિ પુસ્તકોમાં કરેલા વિધાનો વાંચશો તો એકદમ વિરોધાભાસી જણાશે. હવે તે જ પુસ્તકના બીજા એક સવાલ-જવાબને જોઈશું. સવાલઃ (૩૪) શાસ્ત્રનીતિથી જે રકમ દેવદ્રવ્ય ખાતાની ગણાતી હોય, તે રકમનો વધારો થઈ જતો હોય, તો સમાજકલ્યાણનાં કાર્યોમાં વાપરી શકાય કે નહિ ? જવાબઃ કદાપિ નહિ. દેવદ્રવ્ય વગેરે ખાતાઓની રકમનો ઉપયોગ ક્યાં
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy