________________
૨૬૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા દૃષ્ટિ સમક્ષ ન હતી. તેથી સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો ઉપયોગ શ્રાદ્ધજીતકલ્પની ટીકાનુસારે ગુરુના બાહ્યપરિભોગ રૂપ વૈયાવચ્ચમાં કરી શકાય.” - તો શું આ વાત એમની બરાબર છે?
ઉત્તરઃ આ વાત તેમની બરાબર નથી. આપણે પહેલાં કહી ગયા તેમ શ્રી દ્રવ્યસપ્તતિકાકારને ગાથા-૧૨ની ટીકા રચતી વખતે શ્રાદ્ધજીતકલ્પની ગાથા અને તેની ટીકા સ્પષ્ટપણે દૃષ્ટિ સમક્ષ હતી જ. તેથી, જો સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો ઉપયોગ શ્રાદ્ધજીતકલ્પની ટીકાનુસાર તેમના કહેવા મુજબ ગુરુના બાહ્ય પરિભોગ રૂપ વૈયાવચ્ચમાં કરી શકાતો હોત તો શ્રી દ્રવ્યસપ્તતિકાકાર મહર્ષિ ગુરુદ્રવ્યના ઉપયોગનું વર્ણન કરતાં તેનો પણ તેમાં સમાવેશ કરત, પણ તેવું તેમણે કર્યું નથી. આ ઉપરાંત તેઓશ્રીએ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં તેની પ૮પી ગાથા તરીકે તેઓશ્રીએ શ્રાદ્ધજિતકલ્પની પ્રસ્તુત ગાથાને સ્થાન આપ્યું છે અને તેના ઉપર વૃત્તિની રચના પણ કરી છે. તે જોતાં પણ ગુરુપૂજાના દ્રવ્યને વૈયાવચ્ચમાં લઈ જવાની વાત પાયા વિહોણી સિદ્ધ થાય છે.
પ્રશ્ન : શ્રાદ્ધજીતકલ્પના રચયિતા મહર્ષિનો ગુરુદ્રવ્યના ઉપયોગ સંબંધમાં શો અભિપ્રાય છે?
ઉત્તરઃ “વસ્ત્રાદિમાં દેવદ્રવ્યની જેમ...” એવું જણાવનાર “શ્રાદ્ધજીતકલ્પ'ના રચયિતા મહર્ષિનો અભિપ્રાયએ છે કે-જેમ દેવદ્રવ્યનો ઉપભોગ કરનારે તેનું પ્રાયશ્ચિત્ત કરવા ઉપરાંત તેટલું ધન દેવદ્રવ્ય ખાતે આપવું અને સાધારણ દ્રવ્યનો ઉપભોગ કરનારે તેટલું ધન સાધારણ ખાતે આપવું, એમ જે રીતે જણાવ્યું છે, તેમ ભોગા ગુરુદ્રવ્ય (વસ્ત્રાદિ)નો ઉપભોગ કરનારે તેનું તપ પ્રાયશ્ચિત્ત કરવા ઉપરાંત તેટલું વસ્ત્રાદિ કે તે વસ્ત્રાદિના કિંમત જેટલી રકમ સાધુ કાર્ય અર્થાત્ વૈદ્યાદિ રૂપ વૈયાવચ્ચમાં આપવી અને ઉપલક્ષણથી પૂજાઈ ગુરુદ્રવ્ય (સુવર્ણાદિ)નો ઉપભોગ કરનારે તેનું તપ પ્રાયશ્ચિત્ત કરવા ઉપરાંત તેટલું સુવર્ણાદિ દ્રવ્ય જીર્ણોદ્ધાર કે નૂતન ચૈત્ય નિર્માણાદિમાં વાપરવું, આવો એ પંક્તિનો સ્પષ્ટ ભાવાર્થ નીકળે છે.
પ્રશ્નઃ શ્રાદ્ધજીતકલ્પની મૂળ ગાથામાં “જલનાઇસુ પદમાં આદિ