________________
– આ રીતે અગીયાર પ્રકરણો અને બાવીસ પરિશિષ્ટોનો આંશિક પરિચય અહીં જણાવ્યો છે. વિષયાનુક્રમ જોવાથી તે અંગેની વિશેષ માહિતી મળશે. પુસ્તક સ્વયં વિષયો જણાવતું હોય, ત્યારે અહીં તેના વિષે લંબાણ કરવાની જરૂર જણાતી નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, કુતર્ક ખૂબ ભયંકર છે. કુતર્કની ભયંકરતા જણાવતાં યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં કહ્યું છે કે,
बोधरोगः शमाऽपायः, श्रद्धाभङ्गोऽभिमानकृत् ।
कुतर्कश्चेतसो व्यक्तं, भावशत्रुरनेकथा ॥८७॥ – બોધ માટે રોગ સમાન, શમ માટે અપાયભૂત, શ્રદ્ધાને નાશ કરનાર અને અભિમાનને કરનાર કુતર્ક અંતઃકરણનો અનેક પ્રકારે પ્રગટ ભાવશત્રુ છે.
૦ વોથો:- કુતર્ક બોધ માટે રોગ સમાન છે. જેમ રોગ શરીરના આરોગ્યની હાનિ કરી એના સામર્થ્યને હણી નાંખે છે. તેમ કુતર્ક નિર્મલ બોધને પ્રાપ્ત થવા દેતો નથી. જેના દ્વારા પ્રભુવચનના પરમાર્થ (ઔદંપર્યાર્થી સુધી પહોંચાય તેને સુતર્ક કહેવાય છે અને જેનાથી પ્રભુવચનના રહસ્યને પામી ન શકાય તેને કુતર્ક કહેવાય છે. કુતર્ક અનેક પ્રકારના વિકલ્પોને ઊભા કરી તત્ત્વના રહસ્ય સુધી પહોંચવા દેતો નથી. કુતર્ક અનાદિકાલીન ભ્રાન્તિઓને પોષે છે. તેના કારણે સ્પષ્ટ બોધ થતો નથી.
૦ શમાડપાય - કુતર્ક શમ(ઉપશમ)નો નાશ કરે છે. કારણ કે, તે અસત અભિનિવેશને પેદા કરે છે. હિતની પ્રવૃત્તિમાં ઉપશમભાવની અત્યંત આવશ્યકતા છે. નિર્મલ બોધ જ હિતની પ્રવૃત્તિમાં ઉપશમભાવપૂર્વક પ્રવૃત્તિ કરાવી શકે છે. હિતની પ્રવૃત્તિને તાત્ત્વિક બનાવવા માટે ઉપશમભાવમાં યત્ન કરવો જરૂરી છે. કુતર્ક ઉપશમનો નાશ કરે છે. કારણ કે, કુતર્ક પોતે ઊભા કરેલા અસત્ વિકલ્પોમાં અભિનિવેશ (આગ્રહ) પેદા કરે છે અને અસત્ અભિનિવેશ ઉપશમભાવમાં રહેવામાં અંતરાયભૂત બને છે.
૦ શ્રતમ - કુતર્ક શ્રદ્ધાનો ભંગ કરે છે. કારણ કે, પોતે માનેલા