________________
પરિશિષ્ટ-૫
૩૮૧ શ્રાવકોએ પોતાની પૂજાના હેતુ માટે દેવદ્રવ્યનો ઉપભોગ કરવાની વાત ? એકમાં વૃદ્ધિ અને સંરક્ષણની વાત છે, બીજામાં શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ વપરાશ અને પરિણામે વિનાશની વાત છે. જે મહાપુરુષે જીવનભર શ્રાવક શ્રાવિકાઓને સ્વદ્રવ્યથી ઉત્તમ પ્રકારે પ્રભુપૂજા કરવાના પાઠ ભણાવ્યા છે, તેમના લખાણમાંથી આવો મનગમતો અર્થ કાઢવો એ રેતી પીલીને તેલ કાઢવા જેવો ધંધો છે. પણ જેમને કુતર્કો અને વિતંડાવાદ જ કરવા હોય તેમને કોણ રોકી શકે?
સભા પપૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરિ મહારાજાને કાળધર્મ પામ્યાને તો ઘણાં વર્ષો થઈ ગયાં. હવે તેમને આ બધા નવા પાઠો મળ્યા?
– આ મહાપુરુષના ગયા બાદ ૨૭ વર્ષે આ બધાને નવું જ્ઞાન થયું અને એ મહાપુરુષની પરંપરાને ઊંચી મૂકી પોતાનો રાહ બદલ્યો, છતાં પ્રસંગે પ્રસંગે એ મહાપુરુષનું નામ વટાવવાનું ચાલું રાખ્યું છે. પ.પૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરિ મહારાજાને શાસનના પ્રશ્નો અંગે પ.પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરિ મહારાજના અભિપ્રાય ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી એવા દરેક પ્રસંગે તેઓશ્રી તેમનો અભિપ્રાય ખાસ પૂછાવતા અને તેને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેતા, પછી તે તિથિ પ્રશ્ન હોય, દેવદ્રવ્ય વિષયક હોય કે અન્ય કોઈ વિષયનો પ્રશ્ન હોય. xxxxx