________________
પરિશિષ્ટ-૬
જૈન ધર્મક્ષેત્ર વ્યવસ્થા - આ. ભુવનભાનુસૂરીજીના પ્રશિષ્ય મુનિ જયસુંદરવિ.ના વિચારો
[નોંધ મુનિશ્રી જયસુંદરવિ.મ.સા. (હાલ આચાર્યશ્રીએ) દેવદ્રવ્ય અંગે દિવ્યદર્શન, વર્ષ-૩૬, અંક-૧૯,૨૦, ૨૧માં સુંદર માર્ગદર્શન આપ્યું છે. તે પ્રસ્તુત વિચારણામાં ઉપયોગી હોવાથી અહીં તેમાંનો સારાંશ આપીએ છીએ.]
પ્રશ્નઃ સાહેબ! દેવદ્રવ્યની બાબતમાં તમારા આચાર્યોમાં જ મતભેદ છે તો અમારે શું કરવું?
ઉત્તરઃ મને એમ લાગે છે કે આ વાતમાં કાંઈ તથ્ય નથી, કારણ કે, જે દ્રવ્યની સંજ્ઞા “દેવદ્રવ્ય' થઈ ગઈ, દેવદ્રવ્ય ખાતે જ જમા થયું અથવા સંઘમાં વ્યાપકપણે જેને દેવદ્રવ્ય કહેવામાં આવે છે તે દેવદ્રવ્ય મૂર્તિ અને મંદિર સિવાયના સાધર્મિકો વગેરેના કાર્યમાં પણ વાપરી શકાય, આવું પ્રાયઃ કોઈપણ આચાર્યે કહ્યું નથી અને સને ૧૯૯૦ના સાધુ સંમેલનમાં સર્વાનુમતે દેવદ્રવ્યનો ઠરાવ પણ થયેલો છે. એટલે હવે કોઈ વિવાદ-વિખવાદ રહ્યો નથી. આમ છતાં કેટલાક ગૃહસ્થો પોતાનું ફાવતું મનમાન્યું કરી લેવા માટે કૃત્રિમ મતભેદને વધારે પડતું મહત્ત્વ આપ્યા કરે તે અયોગ્ય છે, વળી ખરેખર જો મતભેદ હોય તો તેનો પરસ્પર પ્રેમ, સદ્ભાવ, સહાનુભૂતિ, વિશ્વાસ કેળવીને શાસ્ત્ર અને સુવિહિત પરંપરાના આધારે નિકાલ લાવી શકાય છે. પણ એવું ન થાય ત્યાં સુધી મતભેદને ઉગ્ર સ્વરૂપ આપીને તમે તમારું ફાવતું કરવા લાગી જાઓ તે વાતમાં તો કોઈ સુવિહિત આચાર્ય સંમત થાય નહિ. xx
xx દેવદ્રવ્ય એટલે દેવાધિદેવની માલિકીનું દ્રવ્ય એવો અર્થ છે જ નહિ. કે જેથી “સર્વત્યાગી દેવને વળી દ્રવ્ય પરિગ્રહ ક્યાંથી આવ્યો.” એવી શંકા થાય? દેવદ્રવ્ય દેવની મૂર્તિ અને દેવસ્થાનની પૂજા સારસંભાળ, સુરક્ષા, સમારકામ વગેરે માટે બોલી-ઉછામણી વગેરે ઉપાયોથી ભક્તોએ અર્પણ કરેલું કે કોશ રૂપે સંચિત કરેલું દ્રવ્ય છે. મંદિરના પાષાણ વગેરે કે પરમાત્માની ભક્તિ માટે બનાવાયેલા આભૂષણો વગેરે આ બધું પણ દેવદ્રવ્ય જ છે. xxx
દેવદ્રવ્યઃ- વર્તમાનકાળમાં જેને દેવદ્રવ્ય કહેવામાં આવે છે તે જિનમૂર્તિ