________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૭૮
છૂપાવીને મનફાવતી પંક્તિઓ ઉઠાવીને અપપ્રચાર કરવાનું કારણ આપણે સમજી શકીએ છીએ. મતાગ્રહે જ એમને શાસ્ત્ર અને સંઘ-શ્રાવક સાથે દ્રોહ કરવાની પ્રેરણા આપી છે. તેમની આ કરણી અને આગળ વર્ણવાશે તે સંકાશ શ્રાવકની ઘટનામાં પણ કરેલો શાસ્રવચનોનો દ્રોહ, એમની વિશ્વસનીયતાને ખતમ કરી દે છે. હવે બીજા ગ્રંથાધિકારો જોઈશું.
સંકાશ શ્રાવકનો અધિકાર :
♦ (દેવદ્રવ્યના ભક્ષણમાં ઉપદેશપદકારશ્રીએ સંકાશશ્રાવકનું ઉદાહરણ આપ્યું છે. તે વાત આ મુજબ છે - ગંધિલાવતી નગરી છે. ત્યાં વૈરાગી અને શ્રાવકાચારના પાલનમાં દૃઢ સંકાશ નામનો શ્રાવક વસે છે. તે એક જિનમંદિરની સાર-સંભાળ પણ રાખતો હોય છે. એકવાર આર્થિક મુશ્કેલીમાં ગૃહલેશાદિના કારણે પ્રમાદથી દેવદ્રવ્યનો ઉપયોગ કરે છે અને તે મહાદોષનું પ્રાયશ્ચિત્ત-પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામે છે. તિર્યંચગતિમાં અસંખ્યાત ભવો સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે અને અપાર વેદનાઓ સહે છે. મનુષ્યજન્મોમાં પણ દરિદ્રતા અને અપમાન-ધિક્કાર આદિ ત્રાસથી ખૂબ પીડાય છે. એમ કરતાં ઘણો કાળ વ્યતીત થાય છે. તે પછી દેવદ્રવ્યના ઉપયોગથી ઉપાર્જિત કરેલ લાભાંતરાય વગેરે કર્મોનો અંશમાત્ર રહ્યો ત્યારે તગરા નામના નગરમાં શ્રેષ્ઠિપુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાં દરિદ્રતા આદિને પામે છે અને એનું એકપણ ઇચ્છિત પૂરું થતું નથી, મનમાં ઉદ્વિગ્ન રહે છે. એકવાર શ્રીકેવલી ભગવંતનો ભેટો થતાં તેઓશ્રીને પોતાની વર્તમાન દુર્દશાનું કારણ શું છે, તે પૂછે છે. તે વખતે કેવલી ભગવંત સંકાશ વગેરે ભવોનો વૃત્તાંત કહે છે. તે સાંભળીને તેને બોધિ અને સંવેગ પ્રાપ્ત થાય છે અને દેવદ્રવ્ય ભક્ષણના અપરાધનું પ્રાયશ્ચિત્ત માંગે છે. કેવલી ભગવંત તેને દેવદ્રવ્યની વૃદ્ધિ થાય તેવા શાસ્ત્રીય પ્રશસ્ત માર્ગો અપનાવવાનું કહે છે. સંકાશ પણ તે રીતે સ્વીકારે છે અને ધંધામાંથી ઉપાર્જેલી ધનસંપત્તિમાંથી આહાર-પાણી, પહેરવા-ઓઢવાના વસ્ત્રો વગેરે જીવન જરૂરી ધન સિવાયનું તમામ ધન દેવદ્રવ્ય જાણવું” આવો યાવજ્જીવ સુધીનો