________________
પ્રકરણ - ૫ : ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય
૧૭૭
(ચૈત્યદ્રવ્ય)ના વિનાશથી જિનાલય અને જિનપૂજા સંબંધી કાર્યો અટક્યા હતા. તેના કારણે ગ્રંથકારે ત્યાં નોંધ મૂકી હતી કે, “ચૈત્યદ્રવ્યના વિનાશથી જિનપૂજાથી માંડીને યાવત્ મોક્ષપ્રાપ્તિના લાભ રૂંધાય છે.”
આ શાસ્રવચનોથી સ્પષ્ટ સમજી શકાય છે કે, જે પ્રકારનો દેવદ્રવ્યનો વિનાશ જણાવ્યો છે, તે પ્રભુભક્તિ સ્વરૂપે ભંડારમાં મૂકાયેલા કે સ્વપ્નાદિકની ઉછામણીથી પ્રાપ્ત દ્રવ્યરૂપ શુદ્ધ દેવદ્રવ્યનો વિનાશ અને તેનાથી ત્યાં જણાવેલ લાભ રૂંધાયા નથી. પરંતુ સુરેન્દ્રદત્તે ભેટ તરીકે આપેલ સંકલ્પિત દેવદ્રવ્યના વિનાશથી તાદેશ લાભો રૂંધાયાની વાત છે. આમ છતાં એ વાસ્તવિકતાને છૂપાવીને ‘દેવદ્રવ્યથી જિનપૂજા થઈ શકે’ એ પોતાની વાતની સિદ્ધિ કરવા માટે અધૂરા સંદર્ભો ઉઠાવીને લોકો સમક્ષ મૂકી ભોળા લોકોને ગે૨માર્ગે દોરવાનું કામ કર્યું છે. આવી પ્રવૃત્તિને હઠાગ્રહપ્રેરિત માનવી કે અનભિજ્ઞતાપ્રેરિત માનવી, એ વાચકો સ્વયં વિચારે.
--
અહીં ઉલ્લેખનીય છે કે, સંઘને કોઈ વ્યક્તિએ પૂજા માટે ભેટ આપેલા દ્રવ્યથી જિનપૂજા થતી હોય એમાં અમારો કોઈ વિરોધ નથી. પરંતુ શુદ્ધ દેવદ્રવ્યથી જિનપૂજા થાય, એવી તે પક્ષની માન્યતાનો વિરોધ છે. કારણ કે, તે શાસ્ત્ર અને પરંપરાથી તદ્દન વિરુદ્ધ માન્યતા છે.
અહીં બીજી એક વાત પણ નોંધનીય છે કે, કોઈ વ્યક્તિ પોતાના દ્રવ્યથી બીજાને જિનપૂજાદિ ધર્માનુષ્ઠાનો કરાવડાવે એમાં પણ અમારો વિરોધ નથી. કારણ કે, એ તો એક સાધર્મિક ભક્તિનો પ્રકાર છે. બીજા નંબરે કોઈ વ્યક્તિ સાધર્મિક ભક્તિરૂપે દ્રવ્ય આપે અને લેનાર એ દ્રવ્યથી જિનપૂજા કરે, તો એમાં પણ અમે એકાંતે નિષેધ કરતા નથી. માત્ર મહત્ત્વની વાત એ છે કે, શ્રાવક બીજાના દ્રવ્યથી સ્વકર્ત્તવ્ય રૂપ જિનપૂજાનું કાર્ય પતાવી દેવાની વૃત્તિ ધરાવતો ન હોય !
આમ તો વસુદેવહિંડી ગ્રંથની પૂર્વનિર્દિષ્ટ પંક્તિઓ તેઓની નજર સમક્ષ ન હોય, એવું માનવાને કોઈ કારણ નથી. તેમ છતાં તે પંક્તિઓને