________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
શ્રુત-અવધિ-મનઃ પર્યાય-કેવલજ્ઞાન અને યાવત્ નિર્વાણ = મોક્ષની પ્રાપ્તિને રુંધે છે.
૧૭૬
સ્પષ્ટીકરણ :- (૧) પૂર્વોક્ત બે ગ્રંથોના શાસ્ત્રપાઠોમાં પણ સંકલ્પિત દેવદ્રવ્યનો (અર્થાત્ દ્રવ્યસપ્તતિકામાં જણાવ્યા મુજબ અવધારણબુદ્ધિપૂર્વક ભગવાનની ભક્તિ માટે અલગ કાઢેલા કે સંઘને આપેલા સંકલ્પિત દેવદ્રવ્યનો કે જે વાસ્તવમાં શ્રાવકોનું સ્વદ્રવ્ય જ છે તે સંકલ્પિત દેવદ્રવ્યનો) વિનાશ થવાથી પૂજા આદિ કાર્યો અટકે છે અને યાવત્ મોક્ષપ્રાપ્તિનો વ્યાઘાત થવા સુધીના દોષ પ્રાપ્ત થાય છે – એવું જણાવવાનો આશય છે.
(૨) પૂર્વોક્ત બંને ગ્રંથોમાં ‘દેવદ્રવ્ય’થી ‘સંકલ્પિત દેવદ્રવ્ય' જ લેવાનું છે, પરંતુ સમર્પિત દેવદ્રવ્ય (શુદ્ધ-પ્રસિદ્ધ) દેવદ્રવ્ય લેવાનું નથી, એ અમારી વાતને ‘વસુદેવપિંડી' ગ્રંથમાંથી જ સમર્થન મળે છે.
(૩) ‘વસુદેવસિંડી’ અંગે સાચી હકીકત :
અહીં વાચકોને જણાવવું જરૂરી છે કે, ‘ધા.વ.વિ.'ના પરિશિષ્ટકારે વસુદેવહિંડીનો પૂર્વોક્ત પાઠ લોકો સમક્ષ મૂક્યો, પરંતુ પોતાની વાતની વિરુદ્ધ જતો તે જ ગ્રંથનો બીજો પાઠ લોકો સમક્ષ મૂક્યો નથી. તે અમે નીચે મૂકીએ છીએ -
→ વસુદેવહિંડીનો પાઠ –
" तिन्नि कोडीओ जिणाययणपूयाए उवयोगं नेयव्वाओ त्ति " અર્થ :- આ ત્રણ કરોડ દ્રવ્ય જિનાલય અને જિનપૂજાના ઉપયોગમાં
લેવું.
સ્પષ્ટીકરણ :- આ ગ્રંથાધિકારની હકીકત એવી છે કે, પૂર્વ શાસ્ત્રપંક્તિમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રદત્તે જિનાલય અને જિનપૂજાના ઉપયોગ માટે ભેટ આપેલ દ્રવ્યનો રૂદ્રદત્તે જુગારમાં વિનાશ કર્યો. તેના યોગે ભેટ તરીકે અપાયેલા (સુરેન્દ્રદત્તના પોતાના પૈસા હતા પરંતુ જિનાલય અને જિનપૂજાના સંકલ્પથી ભેટ આપ્યા હોવાથી દેવદ્રવ્ય બનેલા તે) દ્રવ્ય