________________
૨૧૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા માટે ઉછામણી છે, તેમ શ્રાદ્ધવિધિ, ઉપદેશપ્રાસાદ આદિ ગ્રંથોમાં સ્પષ્ટ અક્ષરોમાં પાઠ છે.
(૮) વળી, જો દેવદ્રવ્યની વૃદ્ધિ માટે નહીં પણ જરૂરીયાત માટે ઉછામણીની પ્રથા ચાલું થઈ હોય, તો જે સ્થળે જરૂરીયાત ન હોય, ત્યાં ચડાવાથી આદેશ આપવાની પદ્ધતિ બંધ થઈ ગઈ હોત! પણ તેવું તો નથી જ. ઉછામણીથી જ પૂજાદિના લાભો આપવાની પ્રથા દરેક સ્થળે એકસમાન રીતે ચાલે છે. તદુપરાંત, સં. ૧૯૭૬ના શ્રમણસંમેલનનો ઠરાવ-૭ પણ “ઉછામણીની પ્રથા દેરાસરની જરૂરીયાત માટે ચાલું થઈ” આ વાતને રદીયો આપે છે.
(૯) આથી ઉછામણીના દ્રવ્યને કલ્પિતદેવદ્રવ્યમાં સમાવવાની પ્રરૂપણા ખોટી છે. ગ્રંથ-ગ્રંથકારનો દ્રોહ કરવા સમાન છે.
મુદ્દા - નં. (૯) (પેજ નં. ૬૬)
આ કલ્પિત દેવદ્રવ્યનું બીજું નામ જિનભક્તિ સાધારણ પણ કહી શકાય ? ના, આ રકમનો ઉપયોગ સાતક્ષેત્રનાં સાધારણમાં કદી ન થઈ શકે.”
સમાલોચનાઃ (૧) અહીં પ્રશ્ન જુદો છે અને લેખકશ્રીએ જવાબ જુદો આપ્યો છે. પોતાનાં પ્રશ્નનો પોતે જ જુદા પ્રશ્ન તરીકે જવાબ આપેલ છે.
(૨) આજે શ્રીસંઘમાં પ્રચલિત થયેલા જિનભક્તિ સાધારણ દ્રવ્યનો સમાવેશ શાસ્ત્રીય એવા પૂજાદેવદ્રવ્ય'માં થાય છે. વર્તમાનમાં અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી મેળવવા (ભેગી કરવા) જે ઉછામણી થાય છે તેનો અને શ્રાવકોએ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી લાવવા માટે ભેટ આપેલ દ્રવ્યસામગ્રીનો સમાવેશ જિનભક્તિ-સાધારણમાં થાય છે.
(૩) હાલ જે જિનમંદિર સાધારણ કે દેવકા સાધારણ તરીકે પ્રસિદ્ધ છે, તે જ શાસ્ત્રીય રીતે કલ્પિત દેવદ્રવ્ય છે. આમાં શ્રાવકોએ જિનમંદિરના નિર્વાહ માટે આપેલી રકમનો સમાવેશ થાય છે. તેનાથી