________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૯૨
આવો વિચાર ન આવે, તો સમજવું શું ? (પૃ.-૧૬)
છતે પૈસે પૈસા વગર થતા ધર્મને જે શોધે, એનામાં પૈસાની મૂર્છાનો અતિરેક ગણાય. (પૃ.-૧૭)
જેની પાસે જે હોય, તે તેનો શક્તિ અને ભાવના મુજબ ધર્મ કરવામાં ઉપયોગ કરે. (પૃ.-૧૭)
પારકા દ્રવ્યથી જ અને હવે તો એનાથી પણ આગળ વધીને દેવદ્રવ્યના ખર્ચે પણ જિનપૂજા કરવા-કરાવવાની વાતો કરનારાઓ જો પોતાના હૈયાને ખોલીને આવી વાતો વિચારે, તો એમને ખ્યાલ આવે કે, એમના વિચારો કેટલા ઉન્માર્ગ તરફ ઘસડાઈ રહ્યા છે. (પૃ.-૧૯)
આજે, ‘મારે મારા દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ - એ વાત વિસરાતી જાય છે અને એથી જે સ્થળે જૈનોનાં સંખ્યાબંધ ઘરો હોય, તેમાં પણ સુખી સ્થિતિવાળાં ઘરો હોય, ત્યાં પણ કેસર-સુખડ આદિના ખર્ચ માટે બૂમો પડવા લાગી છે. આના ઉપાય તરીકે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનું કહેવાને બદલે, સામગ્રી સંપન્ન જૈનોને પોતપોતાની સામગ્રીથી શક્તિ મુજબ પૂજા કરવાનો ઉપદેશ આપવો જોઈએ. (પૃ.-૨૧)
દેવદ્રવ્યમાંથી શ્રાવકો માટે પૂજા કરવાની વ્યવસ્થા કરવી અને શ્રાવકોને દેવદ્રવ્યથી આવેલી સામગ્રી દ્વારા પૂજા કરતા બનાવી દેવા, એ તો તમને તારવાનો નહિ પણ ડુબાવી દેવાનો ધંધો છે.
શાસ્ત્રોએ તો ગૃહમંદિરમાં ઉત્પન્ન થયેલા દેવદ્રવ્યથી ગૃહમંદિરમાં પૂજા કરવાની પણ મનાઈ કરી છે. ગૃહમંદિરમાં ઉપજેલ દેવદ્રવ્ય દ્વારા સંઘના જિનમંદિરમાં પૂજા કરવામાં પણ દોષ કહ્યો છે અને ગાંઠના દ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ એવું વિધાન કર્યું છે. (પૃ.-૨૨)
સાતક્ષેત્રમાં સારાભાવે પોતાના ધનને વાપરનારા, પોતાના પરભવની સ્થિતિ સદ્ધર બનાવે છે.
મંદિરો આદિમાં શ્રીમંતો કરતાં મધ્યમવર્ગ અને ગરીબોએ આપેલું દ્રવ્ય વધારે છે. જેમના હૈયામાં ભગવાનની ભક્તિ વસી, તેમણે થોડામાંથી પણ થોડું, ખાનપાનના સામાન્ય ખર્ચમાંથી પણ બચાવી બચાવીને આપેલ છે. આવાં નાણાંનો દુરુપયોગ ન થઈ જાય, એની વહીવટદારોને માથે અને સંઘને માથે મોટી જવાબદારી છે.'
ટિપ્પણી :- (૧) અહીં ઉલ્લેખનીય છે કે, પૂ.આ.ભ.શ્રીના પૂર્વોક્ત