________________
પ્રકરણ - ૧૦ શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા-સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૯ છે કે, તેઓશ્રીએ જીવનભર માટે (૧) પ્રભુપૂજા શ્રાવકે સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ અને (૨) શ્રાવકોની મદદ માટે રાખેલા પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી ન જ અપાય, પરંતુ શ્રાવકોએ જ આપવો જોઈએ. આ બે શાસ્ત્રસિદ્ધ માન્યતાઓને પ્રવચનમાં ફરમાવતા હતા. તેઓશ્રીના પ્રવચનોના “પ્રભુપૂજા દ્રવ્યથી કે દેવદ્રવ્યથી ?” આ પુસ્તકનું અવલોકન કરવાથી તેઓશ્રીની માન્યતા સ્પષ્ટ બની જશે. (તેના અમુક અંશો આગળ પ્રકરણ-૪માં આપવામાં આવ્યા છે.)
» બોલી શાસ્ત્રીય છે -
વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના શ્રમણ સંમેલને બોલીને શાસ્ત્રીય ઠરાવી છે અને તે બોલી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રયોજવામાં આવી છે, એમ સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું છે.
આમ છતાં વિ.સં. ૨૦૪૪ની સાલ પછીના ધાર્મિક વહીવટ વિચાર' આદિ પુસ્તકોમાં (૧) બોલીને અશાસ્ત્રીય જણાવી છે. (૨) બોલી કુસંપ નિવારવા અને જિનાલયના વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે પ્રયોજાયેલી જણાવેલ છે. (૩) બોલીનું દેવદ્રવ્ય શુદ્ધ દેવદ્રવ્ય નથી, પણ કલ્પિત દેવદ્રવ્ય છે અને તે દહેરાસરના તમામ કાર્યોમાં વાપરી શકાય, એમ જણાવેલ છે, (૪) બોલીની-ઉછામણીની પ્રવૃત્તિ સુવિહિત પરંપરા નથી, એમ પણ સિદ્ધ કરવાની કોશીશ કરવામાં આવી છે અને બોલીના વિરોધી લેખોને પ્રસિદ્ધિ આપવામાં આવી છે – આ સર્વે વાતો અસત્ય છે, તે પૂર્વનિર્દિષ્ટ ચાર સંમેલનના ઠરાવો જોવાથી ફલિત થાય છે અને તેમાં થયેલા તર્કો એ સુતર્કો નહીં પણ કુતર્કો છે અને શાસ્ત્રસિદ્ધ વાતોને તોડનારા છે, એ પણ સ્પષ્ટ બને છે. આમ તો પૂર્વનિર્દિષ્ટ ઠરાવોથી તે પક્ષના કુતર્કોની સમાલોચના થઈ જ જાય છે અને એવા કુતર્કોથી ભરેલા પુસ્તકો અનાદેય - અનાદરણીય છે, તે પણ સિદ્ધ થઈ જાય છે. છતાં પણ એ કુતર્કોનો વ્યાપ અને શ્રીસંઘોમાં ભ્રમણાઓ ઉભી કરવાના થયેલા પ્રયત્નોને ધ્યાનમાં રાખીને શ્રીસંઘને સત્યથી વાકેફ કરવા માટે એ