________________
પરિશિષ્ટ-૩
૩૫૯ સંગઠન કરવાની વાત આવે છે, ત્યારે શાસ્ત્ર ચુસ્તોને “કાંઈક' જતું કરવું પડે છે, બાંધ છોડ કર્યા વિના આ સંગઠન થઈ શકતું નથી. આવી બાંધછોડની નીતિમાં સત્યને જ હારી જવાનું બને છે. ૨૪૨ = ૪ અને ૨ x ૨ = ૬ એમ કહેનારા બે માણસોનું સંગઠન કરવું હોય તો ૨ ૪ ૨ = ૫ એમ કહીને વચલો માર્ગ કાઢવામાં આવે અને જો એ રીતે શાન્તિ તથા સંગઠન સ્થપાતા હોય તો તો બહેતર છે કે ૨ ૪ ૨ = ૪ ના સત્યને જગત સમક્ષ જીવંત રાખવા માટે ઝગડવું પડે અને અસંગઠિત રહેવું પડે.
સંગઠનનું બૂમરાણ ન હોય. જે શાસ્ત્રાજ્ઞાઓને માથે સ્વીકારી લે તે બધાયનું સંગઠન આપોઆપ થઈને જ રહે છે. એને માટે કાંઈ સંમેલનો ન યોજાય.
અને જેમને જમાનાવાદી ધોરણેથી સંગઠન કરવાના છે તેમાં તો સાચને જ આંચ આવે. એવા સંગઠનો માટે જો સંમેલનો થાય તો પણ એ સંમેલનો વધુ સંઘર્ષનું જ નિમિત્ત બનીને રહે.
શ્વે. મૂર્તિપૂજક જૈનસંઘના કેટલાય સભ્યો સંપૂર્ણપણે જમાનાવાદના ઘોડાપૂરમાં તણાયા છે. એટલે સમગ્ર સંઘનું સંગઠન સંભવિત જણાતું નથી. એમાનાં કોઈ જૈનાચાર્ય પોતાને જૈન પણ કહેવડાવવામાં શરમ અનુભવે છે, કોઈ જૈનાચાર્ય દિગંબરોની ખુશામત મેળવવા તેમના મંદિરોમાં એકપક્ષી રીતે દર્શન કરવા દોડી જાય છે, કોઈ જૈનાચાર્ય યુદ્ધમાં જોડાઈ જવાનું જૈન-જવાનોને એલાન કરે છે અને સાધુ-સાધ્વીઓને એ સમયે ઘાયલ થયેલા સૈનિકો માટે લોહી આપવાનો આદેશ આપે છે. કોઈ ભારત સરકારને ખુશ કરી દેવાના પ્રયત્નોમાં ગળાબૂડ પડી રહે છે. આવી વ્યકિતઓ સાથે શી રીતે સંગઠન થાય? પોતાના સિદ્ધાન્તોની બાંધછોડ કરીને, કે તેનો સંપૂર્ણ ત્યાગ કરી દઈને જરૂર સંગઠન થઈ શકે પણ તે તો જાજરાનું સંગઠન કહેવાય! એનો શો અર્થ? મંદિરને બદલે ગામ બહાર જાજરૂ બનાવ્યા હોય તો હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, પારસી-સહુ-ત્યાં દોડતા આવે.
એટલે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનોનું પણ સર્વાગીણ સંગઠન ખૂબ જરૂરી છતાં સંભવિત જણાતું નથી.
અફસોસ ! ઘર જ ફૂટ્યું છે, ત્યાં શું થાય? ઘરમાં જ ઘરને ભાંગી