________________
કરતા હોય તો જ્ઞાન-દર્શન-ચારિત્રના ગુણો દીપી ઉઠે છે.”
આ જ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણની ૫૪મી ગાથાની ટીકામાં જિનદ્રવ્યદેવદ્રવ્યની વ્યાખ્યા કરતા કહે છે કે “નિની સ્થાપનાહંતો દ્રવ્ય પૂળાઈનિત્યાક્ષનિધિશ્વરૂપ” એટલે કે “જિન એટલે સ્થાપના અરિહંત, તેનું દ્રવ્ય તે જિનદ્રવ્ય કહેવાય. આ જિનદ્રવ્ય પૂજા માટે આવેલું. નિર્માલ્ય સ્વરૂપે આવેલું અને અક્ષયનિધિ સ્વરૂપે આવેલું એમ ત્રણ પ્રકારનું જાણવું.”
૫૪મી ગાથામાં આટલી સ્પષ્ટતા કર્યા પછી આગળ જઈને ૫૮મી ગાથાની ટીકામાં ટીકાકારે દેવદ્રવ્યથી પૂજા-મહોત્સવ કરવાની વાત લખી છે. એટલે કોઈ પણ ગીતાર્થ સમજી શકે છે કે પૂજા માટે આવેલ દ્રવ્યથી પૂજામહોત્સવાદિ શ્રાવકો કરે તો સ્વ-પરના જ્ઞાનાદિગુણો દીપી ઉઠે. આટલી સ્પષ્ટતા શાસ્ત્રકારે કરી હોવા છતાં સ્વપ્નાદિ દ્રવ્યથી પૂજા-મહોત્સવ આદિ કરવાની વાત કરવી એ શાસ્ત્રદ્રોહ નથી ?
શ્રી વસુદેવહિંડીની વાતમાં ત્રણ કરોડ દ્રવ્યને જિનાલય અને જિનપૂજાના ઉપયોગમાં લેવા માટે આપેલ જિનાલય સાધારણ દ્રવ્યને જ ચૈત્ય દ્રવ્ય કહ્યું છે. તેથી તો ચૈત્યદ્રવ્યની વ્યાખ્યા ખૂબ જ સ્પષ્ટ થાય છે. આ વાત આવી છે “ત્રણ કરોડ દ્રવ્ય જિનાલય અને જિનપૂજાના ઉપયોગમાં લેવું આમ કહીને સુરેન્દ્રદત્તે ભેટ આપેલા દ્રવ્યનો રૂદ્રદત્તે જુગારમાં વિનાશ કર્યો. તેથી પૂજા માટે આવેલા આ ચૈત્યદ્રવ્યના વિનાશથી જિનપૂજાથી માંડીને મોક્ષપ્રાપ્તિ સુધીના લાભ રુંધાવાની વાત શાસ્ત્રકારે લખી છે. આમાંથી પૂજા માટે આવેલા ત્રણ કરોડ દ્રવ્યની વાત છૂપાવી રાખવી અને દેવદ્રવ્યથી પૂજા કરવાની પોતાની અશાસ્ત્રીય માન્યતા માટે અધૂરા પાઠનો ઉપયોગ કરવો એ પ્રગટ શાસ્ત્રદ્રોહ છે. આવી રીતે શ્રી સંઘને છેતરવાનો અધિકાર કોઈને આપવામાં આવ્યો નથી. આમ છતાં આવા છેતરનારા માર્ગદર્શન મુજબ ભોળો બનીને જે પણ ચાલે તેનો સંસાર કેટલો વધે તે સૌ કોઈ વિચારી લે. (દ્રવ્યસપ્તતિકા, દર્શનશુદ્ધિ પ્રકરણ અને વસુદેવહિંડી વગેરે ગ્રંથોના પાઠો આ પુસ્તકના પ્રકરણ-૫ માં આપેલા જ છે.)
હવે મુખ્ય વાત વિચારીએ તો સ્વપ્નાદિ બોલીનું દ્રવ્ય કલ્પિતદ્રવ્ય કહેવાય અને તેનાથી જિનપ્રતિમા અને જિનાલયની ભક્તિના તમામ કાર્યો થાય આવી જે વાતો ચગાવવામાં આવી છે તે તદન ખોટી જ છે તે સમજાશે.