________________
15 तम्हा निवारिज्जा ॥३॥ सव्वत्थामेण तहिं, संघेण य होइ लग्गिअव्वं तु । सचरित्तऽचरित्तीण य, सव्वेहिं होइ कज्जं तु ॥४॥"
શિષ્ય પ્રશ્ન કરે છે કે, ચૈત્યોનાં ક્ષેત્રો-સુવર્ણ-ગામો-પશુઓ વગેરેની સંભાળમાં પડેલા સાધુને મન-વચન-કાયાની શુદ્ધિ શી રીતે રહે? ઉત્તરમાં ગુરુ કહે છે કે, આમાં એકાંત નથી. સ્વયં ક્ષેત્ર-સુવર્ણ-ગામાદિ વસ્તુઓ માગે, તે સાધુને ત્રિકરણ શુદ્ધિ ન રહે, પણ કોઈ તેનું હરણ કરતું હોય ત્યારે પણ તેની ઉપેક્ષા કરવી એ ત્રિકરણ શુદ્ધિ છે એમ જેઓ કહે છે તે વસ્તુતઃ ત્રિકરણ શુદ્ધિ નથી, પણ દેવની અભક્તિ છે, માટે દેવદ્રવ્યનું હરણ કે દુર્વ્યય થતો અટકાવવો જ જોઈએ, સાધુ હોય કે ગૃહસ્થ, સૌ કોઈનું તે કર્તવ્ય છે માટે સર્વ ઉપાયોપૂર્વક ચતુર્વિધ શ્રીસંઘે દેવદ્રવ્યનો નાશ થતો અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ.” (ગાથા-૧૫૬૯-૭૦-૭૧). - આ પાઠમાં પણ ચૈત્યદ્રવ્યની રક્ષા કરવાની વાતમાં ચૈત્યદ્રવ્ય તરીકે ખેતરસુવર્ણ-ગામ વગેરે જણાવ્યા છે. સમજી શકાય છે કે દેરાસરની ભક્તિ માટે અર્પણ થયેલ આ દ્રવ્ય છે. જેને દેરાસર સાધારણદ્રવ્ય કહેવાય. આવું દ્રવ્ય હોય તો તેનાથી પૂજા-આંગી વગેરે થઈ શકે તેમ જણાવ્યું તે બરાબર જ છે. આમાં સ્વપ્નાદિ - ઉપધાનમાળ-પ્રતિષ્ઠા કરવા વગેરેથી ઉત્પન્ન થયેલ દેવદ્રવ્યની તો વાત જ ક્યાં છે?
શ્રી દ્રવ્યસપ્તતિકામાં તો દેવાદિદ્રવ્યની વ્યાખ્યા કરતા ગાથામાં લખ્યું છે કે, ““નિયમબુદ્ધિથી દેવાદિકને માટે જે ધન-ધાન્ય વગેરે જે કાળે નિશ્ચિત કરેલા હોય તે દેવાદિદ્રવ્ય જાણવું.” આ ગાથાની ટીકામાં લખ્યું છે કે ““ધન-ધાન્યાદિ જે વસ્તુ જ્યારે “યોગ્યપણે શ્રી અરિહંત આદિ પરની સાક્ષીએ આ વસ્તુ દેવાદિ માટે જ વાપરવી, મારા કે અન્યનાં માટે નહિ' આવી પ્રકૃઝ બુદ્ધિપૂર્વક ભક્તિ વગેરેથી નિશ્ચય દ્વારા વિષયરૂપ બનાવવામાં આવી હોય તે ચીજ ત્યારે પ્રાજ્ઞપુરુષોએ દેવાધિદ્રવ્ય સ્વરૂપ જાણવી જોઈએ.”
આમાં તો સ્પષ્ટપણે દેવની ભક્તિ માટે સંકલ્પિત કરેલા દ્રવ્યને દેવાદિદ્રવ્ય કહેવામાં આવેલ છે. આવા દ્રવ્યથી મહોત્સવાદિ સંકલ્પાનુસાર કરવામાં કશો દોષ નથી. પણ સ્વપ્નાદિ સમર્પિત કરેલા (પૂજાથી ઉત્પન્ન થયેલા) દેવદ્રવ્યથી મહોત્સવ કરવાની વાત સંપૂર્ણપણે શાસ્ત્રવિપરીત છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણમાં લખ્યું કે “દેવદ્રવ્યથી શ્રાવકો પૂજા-મહોત્સવાદિ