________________
પ્રકરણ - ૭: કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૧૯૯
(G-૧) પૃ. ૧૫ઃ કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય | જિનમંદિરના નિભાવ માટે કલ્પેલું (કાયમી નિધિ) તથા જિનભક્તિ નિમિત્તે જે કાંઈ ઉછામણી વગેરે શાસ્ત્રીય આચરણા કરી હોય, તેનાથી ઉત્પન્ન થયેલ તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. ભૂતકાળમાં સુશ્રાવકો સ્વદ્રવ્યથી જ જિનમંદિર બનાવતા. એ વખતે તે જિનમંદિરના ચોકીદારને પગાર, અષ્ટપ્રકારી પૂજાની સામગ્રીઓ વગેરે વસ્તુઓ બરોબર કાયમ મળતી રહે તે માટે દાનવીર નિભાવરૂપે રકમ આપતા, જે કાયમ રહેતી અને તેના વ્યાજમાંથી મંદિરનો નિર્વાહ (નિભાવ) કાયમ માટે થતો. આ રકમ કલ્પિત દેવદ્રવ્ય ખાતે જમા થતી.
(G-૨) પૃ. ૧૫૯
૨. કલ્પિત દેવદ્રવ્ય : ધનવાન શ્રાવકોએ અથવા રાજમાન્ય શ્રાવકોએ કે જેણે સ્વદ્રવ્યથી જિનાલય બંધાવ્યું છે તે શ્રાવકોએ, જિનભક્તિનો નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય, દેરાસરજી અંગેના કોઈપણ (સર્વ) કાર્યોમાં ઉપયોગી બની શકે છે.
(G-૩) પૃ. ૧૭૪ :
કલ્પિત દેવદ્રવ્યઃ જિનમંદિર અંગેનાં બધાંય કાર્યોનો નિર્વાહ કરવા માટેની કલ્પના કરીને મેળવાયેલ દ્રવ્ય તે કલ્પિત દેવદ્રવ્ય. પૂર્વના કાળમાં રીઝર્વ-ફંડના રૂપમાં રાખવા માટે શ્રીમંત ભક્તો જે દ્રવ્ય આપતા તે કલ્પિત દેવદ્રવ્ય કહેવાતું. બને ત્યાં સુધી કટોકટીના સમયમાં જ આ રીઝર્વ-ફંડ સ્વરૂપ નિર્વાહ માટેના દ્રવ્યનો ઉપયોગ થતો. સમય જતાં નિર્વાહ માટેનું ફંડ ભક્તો પાસેથી મેળવવામાં મુશ્કેલી થઈ ત્યારે નિર્વાહ કરવાની કલ્પનાથી બોલી-ચડાવાની પદ્ધતિ શરૂ કરાઈ. એ દ્વારા મળતી રકમ તે કલ્પિત દેવદ્રવ્ય ગણાઈ.
ટિપ્પણીઃ (૧) પૂર્વોક્ત કલ્પિત દેવદ્રવ્યનું સ્વરૂપ અને તેનો ઉપયોગ દર્શાવતા સંદર્ભોમાં 'A' થી માંડીને “G” સુધીના તમામ પુસ્તકોમાં કલ્પિતદેવદ્રવ્યનો ઉપયોગ સર્વેએ એકસમાન બતાવ્યો છે અને કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં સમાનતા નથી.
(૨) 'A' થી 'E' સુધીના સંદર્ભોમાં લેખકશ્રીઓએ કલ્પિત દેવદ્રવ્યમાં