________________
૧૯૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
(કલ્પિત કહેવાય અને તે) ચૈત્ય સંબંધી સર્વ કાર્યોમાં ઉપયોગી થઈ શકે.” (E) (સંબોધ પ્રકરણ, ભાવાનુવાદકાર : પૂ.આ.ભ.શ્રી. રાજશેખર સૂરિજી મ.સા., પૃ. ૧૦૧)
“ઋદ્ધિયુક્ત એવા સંમત (= સંઘમાન્ય) શ્રાવકોએ અથવા સ્વયં પોતે (= એક શ્રાવર્ક) જિનભક્તિ માટે જે દ્રવ્ય આચરેલ (= આપ્યું) હોય તે દ્રવ્ય કલ્પિત કહેવાય છે અને જિનભક્તિના સર્વકાર્યમાં ઉપયોગી થાય છે.”
કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યાના નવા અર્થો જુઓ :
(F) (વિ.સં. ૨૦૪૪, સંમેલન, ઠરાવ નં. ૧૩ : દેવદ્રવ્ય વ્યવસ્થા.)
‘(૩) કલ્પિત દ્રવ્ય : જુદા જુદા કાળે જરૂરીયાત વગેરે વિચારી ગીતાર્થોએ ચઢાવાની (બોલીની) શરૂઆત કરી, તે બોલી આદિથી આવેલું દ્રવ્ય તે કલ્પિત દ્રવ્ય, જેમ કે, પૂજાના ચઢાવા, સ્વપ્ન વગેરેની બોલી, પાંચ કલ્યાણકોની બોલી, ઉપધાનની માળના ચઢાવા તેમ જ તેઓએ સમર્પિત કરેલ વગેરે વગેરે.
– એ કલ્પિત દ્રવ્ય, ભગવાનની પૂજાનાં દ્રવ્યો, મંદિરો માટે રાખેલ માણસોનો પગાર, જીર્ણોદ્ધાર, નવા મંદિરો વગેરેની રચના તેમ જ મંદિરના વહીવટી ખર્ચ વગેરે દરેક કાર્યમાં વાપરી શકાય છે.’
(G) (પુસ્તક : “ધાર્મિક વહીવટ વિચાર”, લેખક : પં.શ્રી. ચંદ્રશેખરવિ.મ.સા., પરિમાર્જકો : (૧) ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિજી મ.સા., (૨) આ.શ્રી.રાજેન્દ્રસૂરિજી મ.સા., (૩) પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. (૪) પં.શ્રીજયસુંદરવિ.ગણિ. સંપાદકઃ મુ. દિવ્યવલ્લભવિ.મ.)
→ તેમાં જુદા-જુદા સ્થળે જુદી-જુદી વ્યાખ્યા :
(નોંધ : પૂર્વોક્ત પુસ્તકમાં ક.દે.ની વ્યાખ્યા જુદી જુદી થઈ છે. તે નીચે મુજબ છે.