________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દેવદ્રવ્યની મૂડીમાં સ્હેજે ઘટાડો થતો નથી. તદુપરાંત, શ્રાવક આંગી રચવાનો લાભ લે, ત્યારે પણ યોગ્ય નકરો ભરીને જ એનો અંગરચનામાં ઉપયોગ થાય છે. એટલે સુવર્ણના અલંકારો બનાવવામાં દેવદ્રવ્યની મૂડીમાં સ્હેજે ઘટાડો થતો નથી અને તૈયાર થયેલા અલંકારોનો ઉપયોગ પણ શ્રાવક મફતમાં કરતો નથી, પણ યોગ્ય નકરો આપીને કરે છે. વળી, તેમાં સુવિહિત પરંપરાનું સમર્થન પણ છે.
૧૩૬
જ્યારે દેવદ્રવ્યથી ફુલના હાર બનાવાય તેમાં દેવદ્રવ્યની મૂડીનો વ્યય થાય છે તથા મૂડીમાં ઘટાડો થાય છે. મૂડી સુરક્ષિત રહેતી નથી અને સુવિહિત પરંપરા પણ એમાં સમર્થન આપતી નથી.
અહીં યાદ રાખવું કે, પ્રભુની અંગરચના કરવી એ શ્રાવકનું કર્તવ્ય છે. એમાં જો દેરાસરના અલંકારોનો ઉપયોગ કરે તો યોગ્ય નકરો આપીને જ ઉપયોગ કરે અને દરેક સંઘોમાં આ જ પ્રથા પ્રવર્તમાન છે. તથા આ પ્રથા પણ સ્વદ્રવ્યથી જ જિનપૂજાનું જ સમર્થન કરે છે. શ્રાવકોના હૈયામાં બેઠેલું છે કે, અંગરચના આદિ અનુષ્ઠાનો આપણા પોતાના કર્તવ્યો છે અને એ આપણા દ્રવ્યથી જ થાય. તેથી તે કર્રવ્યો બજાવતી વખતે તે સ્વદ્રવ્યને જ જોડે છે. નકરો આપ્યા વિના અલંકારોનો ઉપયોગ કરતા નથી. શાસ્ત્રમાં વાત આવે છે કે, લક્ષ્મીવતી નામની શ્રાવિકા દેરાસરના ઉપકરણો વાપરીને ઓછો નકરો આપતી હતી, તેના યોગે તેને સંસારમાં ખૂબ વિડંબણાઓ વેઠવી પડી હતી.
આનાથી એ સમજી શકાય છે કે, પુષ્પપૂજા કરવી હોય કે પુષ્પોનો શણગાર કરવો હોય તો તે પોતાના દ્રવ્યથી જ શ્રાવક કરી શકે છે. દેવદ્રવ્યથી નહીં.
પ્રશ્ન ઃ દેવદ્રવ્ય અજૈન સલાટને અપાય તો પૂજારીને કેમ ન અપાય ?
ઉત્તર : પૂર્વે જણાવ્યા મુજબ જિનમૂર્તિ અને જિનમંદિર તરવાના આલંબન છે અને શાસ્ત્રવચન અને સુવિહિત પરંપરા અનુસારે એ બે આલંબનોનું નિર્માણ દેવદ્રવ્યમાંથી થઈ શકે છે. તેથી એ બંનેના નિર્માણમાં