SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? ૧૩૭ કામ કરતા સલાટને દેવદ્રવ્યમાંથી પગાર આપી શકાય છે. જ્યારે જિનપૂજા કરવી એ શ્રાવકોનું સ્વકર્તવ્ય છે. સ્વકર્તવ્ય સ્વદ્રવ્યથી જ કરવાનું છે અને તેના માટેના કેસર ઘસવું વગેરે કાર્યો પણ જાતે જ કરવાના છે અને એ બધા પણ ભક્તિના જ પ્રકારો છે. આથી પ્રથમ નંબરે તો તે બધા કાર્યો શ્રાવકોએ જાતે જ કરવાના છે અને બીજા નંબરે પોતાને કરવાના કાર્યોમાં સગવડતા માટે પૂજારીને રાખવામાં આવે, તો તેનો પગાર શ્રાવકોએ પોતે જ આપવો જોઈએ. પૂજારી ભગવાન માટે રાખેલ નથી. શ્રાવકોની અનુકૂળતા માટે રાખેલ છે. આથી તેનો પગાર દેવદ્રવ્યમાંથી ન આપી શકાય. પ્રશ્નઃ દેવદ્રવ્યમાંથી શ્રાવક જિનપૂજા કરે તો તેને કયા શાસ્ત્રને આધારે કેટલું પ્રાયશ્ચિત આવે? ઉત્તર : શ્રાવકને જિનપૂજા યથાશક્તિ સ્વવિભવાનુસાર કરવાની છે. શાસ્ત્રમાં ક્યાંયે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાની વાત આવતી નથી. આથી શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરીને શ્રાવક દેવદ્રવ્યથી જિનપૂજા કરે તો તેને દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણનો દોષ લાગે છે. આથી તેને દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણનું પ્રાયશ્ચિત્ત આવે. – એમાં કયા શાસ્ત્રને આધારે કેટલું પ્રાયશ્ચિત્ત આવે? - આ પ્રશ્ન અસ્થાને છે. આવો પ્રશ્ન કરવામાં સ્ટેજ પણ ઔચિત્ય નથી. આલોચનાચાર્ય ગીતાર્થ ગુરુ પાસે જઈને પણ “કયા શાસ્ત્રના આધારે આ વિષયમાં કેટલું પ્રાયશ્ચિત્ત આવે?” - આ પ્રશ્ન કરાય નહીં, પરંતુ આનું પ્રાયશ્ચિત્ત મને આપો! એમ જ કહેવાય. પ્રાયશ્ચિત્ત કેટલું આપવું તે ગીતાર્થનો વિષય છે. તેઓ પ્રાયશ્ચિત્ત લેનારાના સંયોગો તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિને વિચારીને આપશે. બધા માટે એકસરખું પ્રાયશ્ચિત્ત ન હોય અને પ્રાયશ્ચિત્તનો વિષય જાહેરમાં ચર્ચવાનો મુદ્દો પણ નથી. સુન્નબુકિંબહુના? * પૂર્વોક્ત વિચારણાથી “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy