________________
પરિશિષ્ટ-૧૨
૪૦૧
“જિજ્ઞાસા-તૃપ્તિ વિભાગમાં પ્રકાશિત થયેલ પૂ.વડીલોના પત્રો અંગેની સાચી હકીકતનો અને બીજી અગત્યની વાતો ત્યાંથી લઈને અક્ષરશઃ નીચે મૂકીએ છીએ –
જિજ્ઞાસાઃ પં. શ્રી ચંદ્રશેખરવિજયજીએ તેમની વિવાદાસ્પદ બનેલી ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તિકાની, તેમના જ સમુદાયવર્તી ચાર ગીતાર્થોએ પરિમાર્જીત કરેલી બીજી આવૃત્તિ તાજેતરમાં પ્રગટ કરી છે. પહેલી આવૃત્તિ માટે આપે તેને ભૂલેચૂકે પણ નહિ અનુસરવાનું આ (જિ.તુ.) વિભાગમાં દર્શાવ્યું હતું, પરંતુ હવે આ નવી પરિમાર્જીત આવૃત્તિ વિષે આપનું મંતવ્ય જણાવવા વિનંતિ...
તૃપ્તિઃ “ધાર્મિક વહીવટ વિચારની નવી પરિમાર્જીત આવૃત્તિ હમણાં જ અમારા જોવામાં આવી અને અમે તે સાદ્યત વાંચી. અપરિમાર્જીત પ્રથમવૃત્તિ કરતા આ પરિમાર્જીત આવૃત્તિમાં અમને કોઈ નોંધપાત્ર ફેરફાર જણાયો નથી. દેવદ્રવ્ય અને ગુરુદ્રવ્ય જેવી મહત્ત્વની બાબતો અંગે પરિમાર્જન કરવા યોગ્ય કશું પરિમાર્જન કરવામાં આવ્યું નથી, પરંતુ, ઉપરથી તે બંન્ને વિષયમાં ઉન્માર્ગને પુષ્ટિ મળે તે રીતે કુતર્કોની હારમાળા તેમાં રજૂ કરવામાં આવી છે. તેથી, પહેલી આવૃત્તિની જેમ જ આ બીજી આવૃત્તિને પણ અનુસરવાથી દૂર રહેવા લાગતા વળગતા સૌને અમારી ખાસ ભલામણ છે.
જિજ્ઞાસાઃ પંન્યાસજી મ.એ પોતાના અશાસ્ત્રીય વિધાનોની પુષ્ટિમાં પરમ ગીતાર્થ, સિદ્ધાંતમહોદધિ સ્વ. પૂજ્યપાદ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પત્રો રજૂ કર્યા છે તે અંગે આપનું શું મંતવ્ય છે?
તૃપ્તિઃ પંન્યાસજી મહારાજે પોતાને ફાવતી વાતોના સમર્થન માટે એ પૂજય પુરુષના પત્રોનો ઉપયોગ કરવાનો અપ્રમાણિક પ્રયત્ન કર્યો છે, કારણ કે, સુપન આદિની બોલી કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાય તેવો સ્પષ્ટ ઉલ્લેખ તેઓશ્રીના પત્રમાં ક્યાંય જોવામાં આવતો નથી, ફક્ત પંન્યાસજીને તેવો સ્પષ્ટ ઉલ્લેખ પોતાની કલ્પનાથી જ તેમાં જોવા મળ્યો છે અને તેથી તેઓ બેધડક તે પ્રમાણે લખી શકે છે. વધુમાં એ મહાગીતાર્થ, ભવભીરુ, મહાપુરુષના પત્રોને