________________
પ્રકરણ ૨ : દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
૪૯
ઉત્તર ઃ- તેઓ કહે છે તે સેનપ્રશ્નનો પાઠ આ પ્રમાણે છે :
तथा आचार्योपाध्यायपन्यासपादुका जिनगृहे मण्डितास्सन्ति जिनप्रतिमापूजार्थमानीत श्रीखण्डकेसरपुष्पादिभ्यस्तासामर्चनं क्रियते नवा इति प्रश्नोऽत्रोत्तरम् - मुख्यवृत्त्योपाध्यायपंन्यासपादुकाकरणविधिः परम्परया ज्ञातो नास्ति, स्वर्गप्राप्ताचार्यस्य पादुकाकरणविधिस्त्वस्ति, ततो जिनपूजार्थमानीत श्रीखण्डादिभिस्तत्पादुका न पूज्यते देवद्रव्यत्वात्, तथा श्रीखण्डादिकं साधारणं भवति तेनापि प्रतिमा पूजयित्वा पादुका पूज्यते परं पादुकामर्चयित्वा प्रतिमा नार्च्यते, देवाशातनाभयादिति ॥ पृ० ११७॥
આ પાઠનો અનુવાદ કરતાં સેનપ્રશ્નના ભાષાંતરના પુસ્તકના પેજ ૩૬૫ ઉ૫૨ લખ્યું છે કે,
પ્રશ્ન ઃ- આચાર્ય, ઉપાધ્યાય અને પંન્યાસોના પગલાં દેરાસરમાં પધરાવેલાં હોય છે, તેની જિનપૂજા માટેના ચંદન, કેસર અને ફૂલો વગેરેથી પૂજા કરી શકાય કે નહિ ? ઉત્તર :- મુખ્યવિધિએ ઉપાધ્યાય અને પંન્યાસોના પગલા કરવાની રીત પરંપરાએ જાણેલ નથી, પણ સ્વર્ગવાસ થયેલ આચાર્યના પગલા કરવાની રીત છે. તેથી જિનપૂજા માટે લાવેલ ચંદન વગેરેથી તેમના પગલાની પૂજા થાય નહિ. કેમ કે, તે દેવદ્રવ્ય રૂપ છે અને જો ચંદન વગેરે સાધારણ દ્રવ્યરૂપ હોય, તો તેનાથી પ્રભુ પ્રતિમાની પૂજા કર્યા પછી પગલાની પૂજા કરવી જોઈએ. પરંતુ પહેલા પગલાની અને પછી પ્રભુ પ્રતિમાની તે દ્રવ્યથી પૂજા કરવામાં આવે, તો પ્રભુની આશાતના થાય છે, માટે તેમ ન કરવું. ॥ ૪-૧૯-૧૩૦ || ૯૭૬ ॥
સ્પષ્ટીકરણ :
ઉપરના પાઠમાં જિનપૂજા માટે સંકલ્પિત હોવાથી તે ચંદન-પુષ્પ આદિથી આચાર્યાદિના પગલાંની પૂજા ન થાય, તેમ જણાવ્યું છે. પરંતુ એનાથી તેઓ એમ નક્કી કરવા માગે છે કે, એ ચંદન વગેરે દેવદ્રવ્યથી લાવેલું હતું માટે પૂજા કરવાની ના લખી, તે તેમની વાત બરાબર નથી. એ તેમની બુદ્ધિમાંથી ઉપજાવી કાઢેલી વાત છે. શ્રાદ્ધવિધિમાં લખ્યું છે કે
१. देवश्रीखण्डेन तिलकं न क्रियते स्वललायदौ, देवजलेन करौ न प्रक्षाल्यौ । ( एवं ) केनाप्यर्चाकृत्कराङ्घ्रिक्षालनार्थं यदि जलं चैत्ये मुक्तं स्यात् तदा तज्जलव्यापारणेऽपि न दोषः । [શ્રાદ્ધવિધિ-પ્રથમ પ્રાશ-પૃ.-૨૪]