________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
૮૧
પ્રસ્તુત ચર્ચામાં જરૂર માર્ગદર્શક બની શકે તેવું છે અને તેની નીચે પત્રમાં ન હોવા છતાં નોંધ કેમ કરવી પડી તે પણ જાણવા જેવું છે.)
“શ્રાદ્ધવિધિ વગેરેના હિસાબે દેવદ્રવ્યના બે વિભાગ છે :
૧. આદાન દ્રવ્ય ૨. નિર્માલ્ય દ્રવ્ય
પૂજા વિધિ માટે, પંચાશકજીમાં સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે અને શ્રાદ્ધવિધિ આદિના આધારે એવું વિધાન છે કે (૧) ઋદ્ધિમાન શ્રાવક, સહપરિવાર, આડંબર સાથે, પોતની પૂજાની સામગ્રી લઈ પૂજા કરવા જાય અને (૨) મધ્યમ શ્રાવક, સહકુટુંબ પોતાનું દ્રવ્ય લઈ પ્રભુપૂજા કરવા જાય, ત્યારે (૩) ગરીબ શ્રાવક સામાયિક લઈને પ્રભુના દેરાસરે જાય અને ત્યાં સામાયિક પારીને ફૂલ ગૂંથવા વગેરેનું કાર્ય હોય તો કરે. “ફૂલ ગૂંથવું વગેરેનું કાર્ય હોય તો કરે.”
નોંધ :- પત્રમાં આ જણાવેલ હકીકતની વધારે સ્પષ્ટતા માટે આ જ પુસ્તકના પરિશિષ્ટ-૨માં ગણિશ્રી અભયશેખરવિજયજીએ આપેલ “દેવદ્રવ્યના ઠરાવ અંગે ચિંતન'માં વિસ્તૃત સમજણ જોવી જરૂરી છે.”
ટિપ્પણી :- (૧) પૂર્વોક્ત પત્રાંશમાં સર્વસામાન્યપણે પંચાશકજીના આધારે સ્વદ્રવ્યથી પૂજા કરવાનું વિધાન છે, તેમ સ્પષ્ટ જણાવેલ છે.
(૨) શ્રાદ્ધવિધિ આદિના આધારે ઋદ્ધિમાન-મધ્યમ અને ગરીબ શ્રાવક માટેની પૂજાવિધિ બતાવી છે, જે આપણે પૂર્વે જોઈ છે.
(૩) પ્રભુપૂજાની વિધિ બતાવતાં પત્રાંશમાં ક્યાંયે પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કરવાની વાત નથી. પરંતુ સ્વદ્રવ્યથી યથાશક્તિ પૂજા કરવાની વાત છે.
(૪) અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વોક્ત પૂજ્યશ્રીના પત્રાંશમાં શાસ્રસિદ્ધ વાત લખાયેલી છે. પરંતુ પોતાની માન્યતાથી વિરુદ્ધ જતી વાત છે. અર્થાત્ ‘‘શ્રાવકે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી એવો એકાંત આગ્રહ રાખવો યોગ્ય નથી અને ઋદ્ધિમાન કે ગરીબ કોઈપણ શ્રાવક પણ દેવદ્રવ્યથી પૂજા કરી શકે છે’ - આવી પોતાની શાસ્ત્રવિરુદ્ધ માન્યતાથી એ પત્રાંશ વિરુદ્ધ જાય છે, તેથી ક્યાંક કોઈક વ્યક્તિ પુસ્તક ખોલે અને આ જ પત્રનો એ પત્રાંશ વાંચવા