SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા લાગશે નહીં” આવું લોકોના મગજમાં ઠસાવવાનો એ લેખકોએ ભરપૂર પ્રયત્ન કર્યો છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો કૂટપ્રયત્ન જ કર્યો છે. વાસ્તવમાં તો લોકોને દેવદ્રવ્યથી જિનપૂજા કરાવી દેવની અનાદરઅવજ્ઞા વગેરે દોષોમાં પાડવાનો તદ્દન અનુચિત પ્રયત્ન કરેલ છે. = આથી પૂર્વોક્ત પાઠ માટે જે અપપ્રચાર ચાલે છે, તે અયોગ્ય છે. સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાના શાસ્ત્રીય નિયમને દૂષિત કરનારા એ કુતર્કોની વિસ્તૃત સમાલોચના આગળ કરવાની જ છે. તેથી અહીં અટકીશું. 3 અહીંએ પણ વિચારવાની જરૂર છે કે, જેણે પોતાના ઘરે ગૃહમંદિર બનાવ્યું નથી, તેને માટે પૂજાવિધિ શું હોય? આવું કોઈ પૂછે, તો તેનો શાસ્ત્ર મુજબ જવાબ એ જ હોય કે, પંચાલકજી આદિમાં “સ્વવિભાવાનુસાર આદિ ગ્રંથાધિકાર દ્વારા “સ્વશક્તિ અનુસાર સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું વિધાન છે. તદુપરાંત, ન્યાયદ્રવ્યવિધિશુદ્ધતા અને “પાંચ કોડિના ફુલડે” વગેરે વિધાનો પણ ન્યાયપાર્જિત સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું સમર્થન કરે છે. (E) અનેક આચાર્ય ભગવંતો આદિના અભિપ્રાયો - (૧) સિદ્ધાંત મહોદધિપૂ.આ.ભ.શ્રી.વિ.પ્રેમસૂરીશ્વરજી મહારાજાનો અભિપ્રાયઃ (અગત્યની નોંધઃ “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના તૃતીય આવૃત્તિના પૃ. ૨૪૪ ઉપર) પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાનો “મધ્યસ્થ બોર્ડ ઉપર લખાયેલો પત્ર છાપેલો છે. જો કે, પત્ર તિથિ-તારીખ વિનાનો છે, તે પત્ર નહીં પણ કાચો ખરડો છે એવું જાણકારો કહે છે, તેમાંની અમુક વાતો તેઓશ્રીની માન્યતા મુજબ નથી, તેમાં ઘણા સુધારા કરવાના બાકી હતા, તેઓશ્રીની હયાતીમાં પ્રકાશિત ન કરતાં તેઓશ્રીજીની ગેરહાજરીમાં લગભગ ૨૫ વર્ષ પછી કેમ પ્રગટ થયો ? એ પણ એક મોટો પ્રશ્ન છે. આમ છતાં એમાં પૂજાવિધિ માટે જે લખાણ છે, તે
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy