________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૨૯ સામગ્રી પૂરી પડાય છે અને પૂજારીને પગાર પણ ચુકવાય છે.
શું આ બરોબર છે? પરમાત્માનાં (દેવોના) નિમિત્તે તે બોલાયેલી કેસર વગેરેની ઉછામણી દેવદ્રવ્ય બની ગઈ, હવે તમે જિન ભક્તિ સાધારણ એવું નામ આપીને તેમાંથી પૂજા સામગ્રી લાવી શકો અને પૂજારીને પગાર પણ આપી શકો, તો કેશર પૂજા કે સ્વપ્ન વગેરેની એ જ બોલી ચઢાવાને કલ્પિત દેવદ્રવ્ય તરીકે લઈને તેમાંથી શાસ્ત્ર સંમત રીતે પૂજારીનો ખર્ચ કાઢવાનું જણાવીએ તો શી રીતે ઉસૂત્ર ગણાય?
જો તમે જિનના નિમિત્તથી બોલીઓની રકમને દેવદ્રવ્ય ન કહેતા જિન ભક્તિ સાધારણ કહો છો તો સંમેલનના ઠરાવમાં આનાથી જુદું શું વિચારાયું છે?”
સમાલોચના:
(૧) પૂર્વોક્ત અસંબદ્ધ વિધાનો કરતી વખતે લેખકશ્રી અલગ-અલગ પ્રકારના ચડાવાના ભેદો અને દેવદ્રવ્યના ભેદો જાણતા નથી, એવું તો નથી. પરંતુ કુતર્કો દ્વારા વાતને ગુંચવી નાખવી અને યેન કેન પ્રકારે સ્વપક્ષની સ્થાપના કરવી તથા વિપક્ષને ખોટા ઠેરવવા આવી ચાલ એ વિધાનોમાં સ્પષ્ટ દેખાય છે. બાકી, વિપક્ષની (સંમેલનના વિરોધીઓની) વાત પોતે તો સમજે છે અને પોતે પણ પહેલાં એવી જ પ્રરૂપણા કરી ચૂક્યા છે. પણ મિથ્યાભિનિવેશના કારણે વિપક્ષનું ખંડન કર્યા વિના છૂટકો નથી. તેથી અસંબદ્ધ વિધાનો કરવાની ફરજ પડી છે.
(૨) અહીં યાદ કરાવવું જરૂરી છે કે, સંમેલનના ઠરાવોનો વ્યાજબી વિરોધ કરનારા અષ્ટપ્રકારી પૂજા કરવાની બોલીના દ્રવ્યને શુદ્ધદેવદ્રવ્ય કહે છે અને તેનાથી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી લાવવાની ના પાડે છે. પરંતુ અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી (સંઘને) અર્પણ કરવાની બોલીના દ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી લાવવાની ના પાડતા નથી.– બંને વચ્ચેનો આ તાત્ત્વિક ભેદ લેખકશ્રીને સમજાયો ન હોય તે આશ્ચર્યની વાત છે.
(૩) આથી અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી અર્પણ કરવાની બોલીનું દ્રવ્ય એ “જિનભક્તિ સાધારણ દ્રવ્ય છે અને અષ્ટપ્રકારી પહેલી-બીજી કે