________________
૨૨૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પુસ્તકની વિગતોથી પૂર્વોક્ત વિધાનોને અલગ સંદર્ભમાં ગણવા, એમાં મિથ્યાભિનિવેશ સિવાય બીજું કોઈ કારણ દેખાતું નથી. આથી પૂ. સાગરજી મ. સાહેબે સ્વપ્નાદિક ઉછામણીના દ્રવ્યમાંથી પૂજારીને પગાર આપવાની વાત લખી છે, એવું કહેવું તે નિરાધાર છે – અસત્ય છે.
મુદ્દા નં. ૧૭ઃ- (પેજ નં. ૧૭૩)
એમ કહેવામાં આવે છે કે વિ.સં. ૧૯૯૦ ના સમેલનમાં જે ઠરાવ થયો છે સ્વપ્ન દ્રવ્ય દેવદ્રવ્યમાં લઈ જવું યોગ્ય જણાય છે તેનાથી ઉલ્ટો ઠરાવ આ સંમેલનમાં કર્યો છે. આ વાત બરાબર નથી. આ સમેલને પણ સ્વપ્નાદિ દ્રવ્યોને દેવદ્રવ્યમાં જ લઈ જવાનું ઠરાવ્યું છે. આ તે દેવદ્રવ્યનો વિશેષ ભેદ ૧૯૯૦ના સમેલને કર્યો ન હતો, તે આ સમેલને તેને કલ્પિત દેવદ્રવ્ય કહીને તે ઠરાવ કરેલ છે. ખરેખર તો ૧૯૯૦ના સમેલનમાં આ ઠરાવ ઉપર જે સર્વ સમ્મતિ સધાઈ છે તે તેમાંના “યોગ્ય જણાય છે. એ શબ્દોથી તે વખતે પોલી સર્વસમ્મતિ થયાનું સ્પષ્ટ રૂપે દેખાય છે. ૨૦૪૪નાં સમેલને તો એકદમ સ્પષ્ટતા કરી છે. સમાલોચનાઃ
(૧) સં. ૧૯૯૦ના સંમેલને સ્વપ્નદ્રવ્ય શુદ્ધદેવદ્રવ્યમાં જાય તે જ યોગ્ય જણાય છે, એમ ઠરાવ્યું હતું અને સં. ૨૦૪૪ના સંમેલને સ્વપ્નાદિ દ્રવ્યોને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવ્યું હતું. બંને વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. કારણ કે, સં. ૧૯૯૦ના સંમેલને એને જીર્ણોદ્ધારાદિમાં વાપરવાની પદ્ધતિને યોગ્ય જણાવી હતી અને સં. ૨૦૪૪'ના સંમેલને એને દેવકા સાધારણમાં (કે જેનું શાસ્ત્રીય નામ કલ્પિત દેવદ્રવ્યમાં) લઈ જવાનું ઠરાવીને શ્રાવકોના સ્વદ્રવ્યથી કરવા યોગ્ય કાર્યોને શુદ્ધ દેવદ્રવ્યથી કરવાની અશાસ્ત્રીય રજા આપી દીધી છે.
વળી, લેખકશ્રીએ સં. ૨૦૪૪ના સંમેલનને સં. ૧૯૯૦ના સંમેલનથી શ્રેષ્ઠ ઠરાવવાની કોશિષ કરી છે અને સં. ૧૯૯૦ની સર્વસમંતિ પોલી હતી, જ્યારે સં. ૨૦૪૪ની સર્વસંમતિ નક્કર હતી, એવી જે વાતો કરી છે, તે તદ્દન વાહીયાત છે. બંને સંમેલનની