SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા | સર્વસાધારણમાં) લઈ જવાય નહીં. ) દેવદ્રવ્યની ચઢાવા વગેરેથી પ્રાપ્ત થતી આવક બંધ કરાવે તો સંસાર પરિભ્રમણનું ફળ બતાવ્યું છે. (i) બોલીઓ કલ્પેલી નથી, પણ શાસ્ત્રીય છે. - અહીં યાદ રાખવું કે, વિ.સં. ૧૯૭૬ના સંમેલનના ઠરાવોના ઘડવૈયા ગીતાર્થો હતા અને સંબોધપ્રકરણ વગેરે ગ્રંથોના જ્ઞાતા હતા. તેમના લખાણમાંથી-ઠરાવોમાંથી પોતાની કલ્પનાના બળે ફાવતો અર્થ કાઢવાનો દુષ્ક્રયત્ન કરવો, તે લેશમાત્ર ઉચિત નથી. * કમનસીબ ઘટનાઃ - અહીં ઉલ્લેખનીય છે કે, વિ.સં. ૨૦૪૪ સુધી શાસ્ત્રાધારે અને વિશેષ પરિસ્થિતિમાં નિર્માણ પામેલા વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦ અને ૨૦૧૪ના શ્રમણ સંમેલનના ઠરાવોના આધારે દેવદ્રવ્ય વિષયક વ્યવસ્થા સકલ સંઘમાં સુવ્યવસ્થિત-સુનિશ્ચિત સ્વરૂપે ચાલતી હતી. પરંતુ વિ.સં. ૨૦૪૪માં થયેલા મર્યાદિત-અનધિકૃત સંમેલનના અનધિકૃત ઠરાવોએ એ શાસ્ત્રાનુસારી પરંપરાનો નાશ કરવાનો અનુચિત પ્રયત્ન કર્યો છે. ૦ વિ.સં. ૨૦૪૪'ના સંમેલનના શાસ્ત્રવિરુદ્ધ ઠરાવોઃ વિ.સં. ૨૦૪૪'ના સંમેલનના પ્રસ્તુત ચર્ચામાં ઉલ્લેખનીય ૨૨ પૈકીના આત્મઘાતક-શાસ્ત્રાનુસારી પરંપરાનાશક મહત્ત્વના ચાર ઠરાવો અને એની સમાલોચના અહીં પ્રસ્તુત કરીએ છે. તે નીચે મુજબ છે – નિર્ણય - ૧૩: દેવદ્રવ્ય-વ્યવસ્થાઃ સ્વદ્રવ્યથી સર્વ પ્રકારની જિન ભક્તિ કરી શકતા શક્તિ સંપન સંઘે તેવી ભાવનાથી પણ સંપન રહેવું જોઈએ. પણ તે જો ભાવના સંપન્ન ન થાય તો નીચેના વિધાન પ્રમાણે વર્તવું. પૂજ્યપાદ આચાર્ય શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે, “સંબોધ પ્રકરણ” ગ્રંથમાં, દેવદ્રવ્યના ત્રણ વિભાગ પાડ્યા છે. ૧. પૂજાદ્રવ્ય, ૨. નિર્માલ્ય દ્રવ્ય, ૩. કલ્પિત દ્રવ્ય,
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy