________________
૪૧૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
અષ્ટાહ્નિકા મહોત્સવો, શ્રી જિનેન્દ્ર પરમાત્મા અભિષેક તેમજ શ્રી શાન્તિસ્નાત્રાદિ પૂજનો, શ્રી જિનપ્રતિમાજી ભરાવવા, શ્રી જિનેન્દ્ર પરમાત્માના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવો, શ્રી કળશધ્વજદંડ પ્રતિષ્ઠા મહોત્સવો, શ્રી જિનમંદિર નિર્માણ કરાવવા, શ્રી જિનેન્દ્ર પ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરાવવા, મંગળદીવો, આરતી, શાન્તિકળશ તેમજ શ્રી જિનેન્દ્રસ્તુતિ-સ્તવના-ચૈત્યવન્દન આદિ જિનેન્દ્ર પરમાત્માની ભક્તિના અનેક પ્રકારો છે.
(૧) ઉપર્યુક્ત સર્વ પ્રકારની શ્રી જિનેન્દ્ર પરમાત્માની ભક્તિ આદિ નિમિત્તેનું દ્રવ્ય તેમજ દેવદ્રવ્યની અભિવૃદ્ધિ નિમિત્તે જિનમંદિરજીમાં કે જિનમંદિરજીની બહાર ઉપાશ્રય, મંડપાદિમાં શ્રી ચૌદ સ્વપ્નોની બોલીના ચઢાવા, પારણામાં જિનેન્દ્ર પરમાત્માને સ્થાપન કરવાના તથા જિનેન્દ્ર પરમાત્માને ઝુલાવવાના ચઢાવા, ઉપધાનમાં પ્રવેશનો નકરો, ઉપધાન માળ પરિધાન (માળારોપણ)ના ચઢાવા, તીર્થમાળ પરિધાનના ચઢાવા, રથયાત્રા, તીર્થયાત્રા, જળયાત્રા, આદિના ચઢાવા નિમિત્તેનું દ્રવ્ય, ગુરુપૂજનનું દ્રવ્ય તેમજ સ્થાવર જંગમ સંપત્તિ કે તે સંપત્તિના માધ્યમથી ઉત્પન્ન થયેલ વ્યાજ, ભાડા આદિથી ઉત્પન્ન થયેલ ધનરાશિ દેવદ્રવ્ય હોવાથી શ્રી જિનચૈત્યાદિ ખાતાનું દેવદ્રવ્ય ગણાય.
શ્રી જિનદ્રવ્યના સર્વ્યયના પ્રકારો :
(૧) શ્રી જિનેન્દ્ર પ૨માત્માના પ્રતિમાજી ભરાવવામાં. (૨) શ્રી જિનેન્દ્ર ૫રમાત્મના આરસ આદિના પ્રતિમાજીને લેપ કરાવવામાં. (૩) શ્રી જિનેન્દ્ર પરમાત્માના મુગટ, તિલક આદિ આભૂષણ નિર્માણમાં. (૪) શ્રી જિનેન્દ્ર પરમાત્માની સ્નાત્રપૂજા આદિ નિમિત્તે ત્રિગડું કરાવવામાં. (૫) જિનેન્દ્ર પરમાત્માની ભક્તિનિમિત્તેના સોના રૂપાદિના કળશ, કુંડી, હાંડા, થાળ, કટોરી, ચામર, છત્રાદિ ઉપકરણો કરાવવામાં, તેમજ ભંડાર, પાટપાટલા બાજોઠ આદિ કરાવવામાં. (૬) શ્રી જિનેન્દ્રપ્રાસાદો નિર્માણ કરાવવામાં. (૭) શ્રી જિનેન્દ્રપ્રાસાદોના જીર્ણોદ્વાર અને સુધારા-વધારા કરાવવામાં. (૮) શ્રી જિનેન્દ્રપ્રાસાદના ગર્ભગૃહ દ્વાર ઉપર ચાંદી મઢાવવામાં તેમજ તો૨ણાદિ કરાવવામાં. (૯) શ્રી જિનેન્દ્રપ્રાસાદાદિના તંત્ર સંચાલન કે રક્ષણાદિ નિમિત્તે સાધરણખાતામાં દ્રવ્યની જોગવાઈ ન હોય તેમજ