SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૮૩ इति प्रश्नः-उत्तर:-...एतदनुसारेण ज्ञानद्रव्यं देवपूजायां प्रासादादौ चोपयोगी भवति । (પૃ. ૨૮) અર્થ: પ્રશ્ન - જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં ઉપયોગી થાય કે નહીં? જો થાય તો દેવપૂજામાં કે જિનમંદિરાદિમાં ? ઉત્તર :...આ અનુસારે જ્ઞાનદ્રવ્ય દેવપૂજા અને જિનમંદિરાદિ કાર્યોમાં ઉપયોગી થાય છે. (B) હવે સેનપ્રશ્નગ્રંથમાં આવતો પ્રશ્નોત્તર નીચે મુજબ છે. "तथा ज्ञानद्रव्यं देवकार्ये उपयोगी स्यान वा ? यदि स्यात्तदा देवपूजायां प्रासादादौ वा इति - प्रश्नोऽत्रोत्तरं - एकत्रैव स्थानके देवरिक्तं क्षेत्रद्वय्यामेव तु ज्ञानरिक्तं । सप्तक्षेत्र्यामेव तु स्थापनीयं, श्रीसिद्धान्तो जैन एवं ब्रवीति ॥१॥ एतत्काव्यमुपदेशसप्ततिकाप्रान्तेऽस्ति, एतदनुसारेण ज्ञानद्रव्यं देवपूजायां प्रासादादौ રોપોનિ મવતીતિ ૨-૮ઝા" (પૃષ્ઠ-૨૮) અર્થ : પ્રશ્નઃ જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં ઉપયોગી થાય કે નહીં? જો દેવકાર્યમાં ઉપયોગ થતો હોય, તો દેવપૂજામાં ઉપયોગ થાય? કે પ્રાસાદ (જિનમંદિર) વગેરેમાં ઉપયોગ થાય? ઉત્તર : “દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્યમાં વપરાય અને સાધારણ દ્રવ્ય સાતેય ક્ષેત્રમાં કામ આવે” - એમ જેનસિદ્ધાંત કહે છે. આવું ઉપદેશ સપ્તતિકામાં છેલ્લા ભાગમાં કહ્યું છે. માટે તે અનુસારે જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં અને દેવપૂજામાં તથા દેરાસરના કાર્ય વગેરેમાં ઉપયોગી થાય છે. 5 સમાલોચના - (૧) પૂર્વોક્ત સેનપ્રશ્નના પ્રથમ ઉલ્લાસના ૮૪મા પ્રશ્નોત્તરમાં “ધા.વ. વિ. પુસ્તકના પરિશિષ્ટકારે પ્રસ્તુત ચર્ચામાં વિવિક્ષત પાઠને ગ્રહણ ન કરીને કંઈક છૂપાવવાની કોશિષ કરી છે, તે સ્પષ્ટ જોઈ શકાય છે. બીજાના અધૂરા પાઠ માટે જબરજસ્ત હોહા મચાવનાર લેખકશ્રી અને પરિશિષ્ટકારશ્રી પોતાના આ કૃત્યનો શું જવાબ આપશે? (૨) પૂર્વોક્ત ઉત્તરમાં ગ્રંથકારશ્રીએ ઉપદેશસપ્તતિકા ગ્રંથાધારે એક મહત્ત્વનો સિદ્ધાંત જણાવ્યો છે, જે પરિશિષ્ટકારે છૂપાવ્યો છે. તે આ મુજબ છે –
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy