________________
. - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
પ્રકરણ
૧૫૩
જાહેરમાં શાસ્ત્રધારે જવાબો આપે !)
(૧) “જો શ્રાવકે પોતાના જિનપૂજાદિ કર્તવ્યો સ્વદ્રવ્યથી ન કરવા હોય, તો પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પણ જરૂર કરવા” - આવું જણાવનારો કોઈ શાસ્ત્રપાઠ તમારી પાસે છે ?
(૨) ધા.વ.વિ.ના લેખકશ્રી જણાવે છે કે, દેવદ્રવ્યમાંથી પૂજાદિ થઈ શકે અને પૂજારીને પગાર આપી શકાય આવા ઢગલાબંધ શાસ્ત્રપાઠો મળ્યા છે, તો તેમાંનો એકાદ શાસ્ત્રપાઠ (સંકલ્પિત દેવદ્રવ્યની વ્યવસ્થાના શાસ્ત્રપાઠ સિવાયનો એકાદ શાસ્ત્રપાઠ) પણ બતાવી શકશો ? કે જે જિનપૂજાની વિધિમાં આવતો હોય ?
(૩) પૂર્વકાલીન કોઈપણ સુવિહિત મહાપુરુષે શ્રાવકોને દેવદ્રવ્યથી જિનપૂજાનું કર્તવ્ય થઈ શકે, એવો ઉપદેશ આપ્યો હોય, એનો પૂરાવો છે ?
(૪) તમે જે મહાપુરુષોના પત્રોની વાત કરો છો, તે પત્રો કઈ સાલમાં લખાયેલા છે ? તે જણાવશો.
(૫) એ મહાપુરુષોના પત્રો મહાપુરુષોના કાળધર્મ પછી જ કેમ પ્રગટ કરવા પડ્યા ? તેઓશ્રીની હાજરીમાં કેમ નહીં ? તે જણાવશો ?
(૬) જો એ મહાપુરુષોની એવી માન્યતા હતી, તો તેઓશ્રીની હાજરીમાં તેઓશ્રીએ પોતે જ એવી પ્રરૂપણા કેમ ન કરી ? સંઘોને એવો ઉપદેશ કેમ ન આપ્યો ? અને પૂર્વકાલીન સુવિહિત પરંપરાને જ કેમ વળગી રહ્યા ?
(૭) ‘શ્રાવક સ્વપૂજાનું કર્તવ્ય દેવદ્રવ્યથી પણ કરે અને સ્વદ્રવ્ય સાચવી રાખે તો પણ તેનું સમ્યક્ત્વ નિર્મળ થાય ?” આવું તમે કહો છો, તેમાં શાસ્ત્રાધાર શું છે ?
(૮) ગૃહમંદિરવાળો શ્રાવક ગૃહમંદિરમાં ચઢાવેલા ફળ-નૈવેદ્ય આદિ પોતાના ઉપભોગમાં લે તો, તેને તેનું કયું પ્રાયશ્ચિત્ત આવે ?