________________
૨૯૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દેવદ્રવ્યમાં જાય છે. પરંતુ તે દેવદ્રવ્યની રકમ શ્રાવક પોતાના ગૃહમંદિરના કોઈપણ કાર્યમાં ઉપયોગ કરી શકતો નથી. જે પૂર્વનિર્દિષ્ટ દેવદ્રવ્યની રકમ છે, તેને શ્રીસંઘના મંદિરમાં દેવદ્રવ્ય ખાતે જમા કરાવવી અથવા અન્ય કોઈ જિનમંદિરનો જીર્ણોદ્ધાર થતો હોય ત્યાં આપી દેવી જોઈએ અને આપતી વખતે જણાવવું જરૂરી છે કે, આ ગૃહમંદિરના ભંડારની (દેવદ્રવ્યની) આવક છે જેથી મુધાજનપ્રશંસાનો દોષ ન લાગે.
તદુપરાંત, શ્રાવકે પોતાના ગૃહમંદિરના જીર્ણોદ્ધાર આદિ કાર્યો સ્વદ્રવ્યથી જ કરવા જોઈએ. પરંતુ પૂર્વનિર્દિષ્ટ ગૃહમંદિરના દેવદ્રવ્યમાંથી તે કાર્યો કરી શકાય નહીં.
(૧૨) નિર્માલ્ય દ્રવ્ય :
(i) પ્રભુજીની આંગીનો ઉતારો, બાદલું, વરખ વગેરેને વેચીને પ્રાપ્ત થયેલી રકમનો ઉપયોગ પ્રભુના આભૂષણો બનાવવામાં, પ્રતિમાજીના ચક્ષુ-ટીકા બનાવવામાં, લેપ-ઓપ કરાવવામાં કરી શકાય છે. એમાંથી જિનમંદિર જીર્ણોદ્ધાર - નવનિર્માણ પણ કરી શકાય છે.
(ii) પ્રભુની સન્મુખ ધરેલાં ચોખા-નૈવેદ્ય-ફળ-બદામ વગેરે દ્રવ્યોને સુયોગ્ય કિંમતે અજૈન વ્યક્તિઓને વેચીને તેનાથી પ્રાપ્ત રકમનો ઉપયોગ જિનમંદિર જીર્ણોદ્વાર-નવનિર્માણમાં કરી શકાય છે.
(iii) બદામ વગેરે દ્રવ્યો એકવાર પ્રભુને ચઢાવ્યા બાદ ફરીથી એ દ્રવ્યોને ખરીદીને પ્રભુને ચઢાવવા કોઈપણ રીતે યોગ્ય નથી.
(૩) જિનાગમ ક્ષેત્ર-જ્ઞાનદ્રવ્ય ઃ
→ જ્ઞાનની ભક્તિ-પૂજા નિમિત્તે અર્પણ કરેલા દ્રવ્યને જ્ઞાનદ્રવ્ય કહેવાય.