SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ कुसीलेइ वा सच्छंदयारिएइ वा आलवेज्जा ॥ अध्ययन-५, सूत्र - २७ ॥ “હે ભગવંત! જે કોઈ સાધુ કે સાધ્વી નિગ્રંથ, અણગાર દ્રવ્યસ્તવ (ચૈત્યપૂજા) કરે તેને શું કહેવાય?” હે ગૌતમ! જે કોઈ સાધુ કે સાધ્વી નિર્ઝન્થ, અણગાર દ્રવ્યસ્તવ કરે, તે અસાધુ છે, અસંયમી છે, દેવભોગને ભોગવનાર છે, દેવનો પૂજારી છે યાવતું તે ઉન્માર્ગે ચાલનાર છે, ધર્મનો ત્યાગી છે. કુશીલ છે અથવા સ્વેચ્છાચારી છે તેમ કહેવાય.” અહીં પણ ફક્ત જિનપૂજા જ કરવા છતાં સાધુને દેવભોજી (દેવદ્રવ્યભક્ષક) કહ્યો છે. તે સાધુ દેવદ્રવ્ય ખાઈ ગયો નથી. એ જ રીતે શ્રાવક દેવદ્રવ્યથી પૂજા કરે. દેવદ્રવ્ય ખાઈ ગયો નથી, તો પણ આ પાઠ મુજબ તેને દેવભોજી = દેવદ્રવ્યનો ભક્ષક કહે તો કઈ આપત્તિ આવે ? ધર્મદ્રવ્યવ્યવસ્થાનો વિષય સમુદ્ર જેવો વિશાલ છે. એમાં એક પછી એક મુદ્દાઓ આવતા જ જાય. પ્રસ્તાવનામાં તો આનો કેટલો ઉલ્લેખ કરાય. આ પુસ્તક તમને વિસ્તૃત માહિતી અને સમજ આપશે. ધર્મદ્રવ્યની શાસ્ત્રનિરપેક્ષ-સુવિહિત પરંપરા વિનાની વ્યવસ્થા સામે પહેલા પોતાના ગુરવર્યોની નિશ્રા અને પીઠબળથી અને વિ.સં. ૨૦૪૪માં એકલ વીરની અદાથી દેવદ્રવ્યાદિનું સંરક્ષણ કરનારા, સ્વનામધન્ય, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના વર્તમાન ગચ્છનાયક-પ્રવચનપ્રદીપ પૂજયપાદ આ.ભ.શ્રી. વિજય પુયપાલસૂરીશ્વરજી મહારાજા આદિ સમુદાયના મોભી પૂજ્યોની આજ્ઞા-આશીષ પામીને વિદ્વાન મુનિરાજશ્રી સંયમકીર્તિ વિજયજીએ વિપુલ સાહિત્ય એકઠું કરીને, પ્રબળ પરિશ્રમ લઈને આ પુસ્તક તૈયાર કર્યું છે : લોકોના મગજમાં બરાબર ફીટ થાય તેવી રીતે દરેક વિષયમાં એકનો એક મુદ્દો પણ ફરી ફરી યાદ કરાવ્યો છે. દેવદ્રવ્ય વ્યવસ્થામાં સમયાંતરે સમયાંતરે જે જે અવાજો ઉઠ્યા અને તેની સામે તે સમયના સુવિહિત મહાપુરુષોએ જે શાસ્ત્રીય અભિપ્રાયો આપ્યા, તેની ક્રમસર માહિતી તમને આ પુસ્તકમાં મળશે. આ પુસ્તકના પ્રેરક-લેખકસંપાદક-પ્રકાશક સૌની એક જ ભાવના છે કે, શ્રી સંઘોમાં શાસ્ત્રાનુસારી વહીવટ થાય, કોઈ જ ગેરવહીવટ ઊભો ન થાય. ખિસ્સામાંથી પૈસા કાઢ્યા
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy