________________
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૬૭
અહીં ઉલ્લેખનીય છે કે, જો ચુંછણાનું દ્રવ્ય વૈયાવચ્ચમાં જાય છે, માટે ગુરુપૂજનનું દ્રવ્ય વૈયાવચ્ચમાં જઈ શકે, એમ તમો કહેતા હોવ, તો ન્યુંછણાનું દ્રવ્ય પૌષધશાળામાં જાય છે. તો તમારે ગુરુપૂજનનું દ્રવ્ય પૌષધશાળામાં લઈ જવું પડશે. પણ તે તમોને સંમત છે ? લેશમાત્ર નહીં.
પ્રશ્ન : ઘણાં સ્થાનકોમાં સાધુ વૈયાવચ્ચ ખાતામાં પૈસા ન હોવાથી દેવદ્રવ્યમાંથી હવાલો પાડીને સાધુ વૈયાવચ્ચનો ખર્ચ કાઢતા હોય છે અને અંતે તેની માંડવાળ થતી હોય છે. આવી કુપ્રથાને અટકાવવા માટે ગુરુપૂજનની ૨કમ વૈયાવચ્ચમાં લઈ જાય તો એમ કરવામાં શો વાંધો ?
ઉત્તર : એમાં વાંધો જ નહિ પણ બહુ વાંધો કહેવાય. દેવદ્રવ્યમાંથી હવાલો પાડી વૈયાવચ્ચ કરવી અને પછી તે રકમની માંડવાળ કરવી એ જેમ કુપ્રથા છે, તેના કરતાં જીર્ણોદ્વાર અને નૂતનચૈત્ય નિર્માણ આદિમાં જવા યોગ્ય દ્રવ્યને વૈયાવચ્ચની મહોર છાપ મારી તેમાં ઉપયોગ કરવો એ વધારે ખરાબ કુપ્રથા છે. કોઈ પણ કુપ્રથાને વ્યાજબીપણાની માન્યતા આપવાથી તે નિર્દોષ બની જતી નથી. જો આવી રીતને અનુસરવામાં આવે તો કોઈ પણ ખોટ કરતા ખાતામાં શાસ્ત્રાધારે ન લઈ જઈ શકાય તેવા દ્રવ્યને પણ ઠરાવ કરીને લઈ જવાનો શિરસ્તો ચાલુ થઈ જશે, જે માર્ગ અત્યંત ખતરનાક અને આત્મહિતઘાતક પુરવાર થશે. શ્રી સંઘોને દેવદ્રવ્યાદિના દુરુપયોગના દોષમાંથી બચાવવા બીજા સુયોગ્ય ઉપાયો જરૂર વિચારી શકાય, જે શાસ્ત્રબાધિત ન હોય. તેનો ઉપદેશ પણ આપી શકાય અને યોગ્ય રીતે મર્યાદા અનુસાર તેનો અમલ પણ કરાવી શકાય. આજે પણ દીક્ષાર્થીના ઉપકરણોની બોલી જેવા માર્ગ ચાલુ પણ છે અને તેના દ્વારા વૈયાવચ્ચ ખાતે સારા પ્રમાણમાં આવક પણ થતી રહે છે. બાકી શાસ્ત્રમર્યાદાને અનુરૂપ ન હોય તેવા માર્ગો બતાવવાથી તો શ્રી સંઘ દોષમાંથી બચી શકતો નથી, બલ્કે ઉલમાંથી ચૂલમાં પડવા જેવી જ સ્થિતિ ઊભી થાય છે.
પ્રશ્નઃ કોઈ એમ કહે છે કે ઃ “વિક્રમાર્કે અર્પણ કરેલું સવા ક્રોડનું સુવર્ણ