________________
૧૪૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (B) જો આમ જ કરવું છે તો તે જ આચાર્યોએ ૯૦ના સંમેલનમાં દેવદ્રવ્યમાંથી પૂજારીને પગારાદિ (અશક્ત સ્થળોમાં) આપવાનો ઠરાવ શા માટે કર્યો ? શા માટે સાધારણ ખાતાની આવકના ઉપાયો યોજવાનું તે વખતે ન દર્શાવાયું?
(C) હવે આજે જ આ હોહા કેમ મચાવી દેવાઈ છે? ૯૦'ના સંમેલને દેવદ્રવ્યમાંથી પગારની સંમતિ આપી છે તો ૪૪' ના આ સંમેલને કલ્પિત દેવદ્રવ્યમાંથી પગારમાં સંમતિ આપી છે. આવી વિશેષ પરિમાર્જિત વ્યવસ્થાની સામે ઊહાપોહ કરવાનું કોઈ પ્રયોજન ખરું? બાકી યથાશક્ય સાધારણનો ફાળો કરવાની વાત તો સંમેલનને પણ મંજૂર જ છે. એમાં કોઈ વિવાદ નથી. (‘ધાર્મિક વહીવટ વિચાર' પ્ર.આ.કૃ. ૧૦૯-૧૧૦).
સમાલોચનાઃ (અહીં પણ વ્યવસ્થા માટે A-B-C વિભાગ પાડ્યા છે.)
– અહીં લેખકશ્રીએ ૧૯૯૦ અને ૨૦૪૪ના ઠરાવનો તફાવત સમજાવતાં ખૂબ રમત રમી છે, જબરજસ્ત માયાનો આશરો લીધો છે. વળી “૧૯૯૦ના સંમેલને સ્વપ્નાદિની બોલીની રકમને શુદ્ધદ્રવ્ય ગણાવીને એનો સદુપયોગ જિનાલયના જીર્ણોદ્ધારમાં કરવા જણાવ્યો છે અને ૨૦૪૪ના સંમેલને સ્વપ્નાદિની બોલીની રકમને કલ્પિતદેવદ્રવ્ય ઠરાવીને એનો ઉપયોગ દેરાસરના સર્વકાર્યોમાં કરવાનું જણાવ્યું છે.”- આ વાસ્તવિકતા તેમણે ભવ્યાત્માઓ સમક્ષ પ્રગટ કરી નથી.
– ૨૦૪૪'ના સંમેલનની મોટામાં મોટી સ્કૂલના એ જ છે અને એ સ્કૂલના ભૂલથી નથી થઈ પણ ઈરાદાપૂર્વક કરવામાં આવી છે.
– સ્વપ્નાદિકની બોલીની રકમને કલ્પિત દેવદ્રવ્ય ગણવા માટે કોઈ શાસ્ત્રનું કે પરંપરાનું સમર્થન નથી. સંબોધ પ્રકરણમાં કલ્પિત દેવદ્રવ્યની જેવી વ્યાખ્યા લેખકશ્રીએ પોતાના પુસ્તકમાં કરી છે, તેવી કરી જ નથી. સ્વમતિકલ્પનાથી કરેલી વ્યાખ્યાનો વિરોધ જ કરવાનો હોય ને !
– (A) વિભાગમાં આચાર્યો વતી જે વાત લખી છે, તે વાત સાચી છે. કારણ કે, શાસ્ત્રાનુસારી પરંપરા તેમ જ કહે છે. આ માત્ર અમે જ નથી